Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ગ્રાહક જાગો... અહીં ન્યાય મળશે! ટિકિટના પૈસા 3 વર્ષ દબાવી રાખનાર 'Yatra Online' ને કોર્ટે પાઠ ભણાવ્યો, જાણો આખો કિસ્સો

    4 hours from now

    1

    0

    ડિજિટલ યુગમાં ઓનલાઈન બુકિંગ શોપિંગ વધ્યું છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકો છેતરાય પણ છે. ટ્રાવેલ એપ્લિકેશન્સ દ્વારા ટિકિટ બુક કરાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સામાં વળતર મેળવવાનો આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. સામાન્ય રીતે એરલાઇન્સ કંપનીઓ રિફંડ આપવામાં વાર કરતી હોય છે, પરંતુ જ્યારે ખુદ ટ્રાવેલ એજન્સી જ એરલાઇન્સ પાસેથી પૈસા આવી ગયા હોવા છતાં ગ્રાહકના પૈસા દબાવીને બેસી રહે, ત્યારે ગ્રાહક ક્યાં જાય? તમિલનાડુની એક ગ્રાહક અદાલતે (Consumer Commission) આવા જ એક કેસમાં જાણીતા ટ્રાવેલ પ્લેટફોર્મ 'Yatra Online' ને ગ્રાહક સાથે કરેલી આ માનસિક હેરાનગતિ બદલ કુલ ₹ 60000 ચૂકવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે. તંજાવુર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ટી. સેકર અને સભ્ય કે. વેલુમણીની બેન્ચે આ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે, એરલાઇન્સ તરફથી પૈસા મળ્યા પછી પણ ગ્રાહકને રિફંડ આપવામાં 3 વર્ષનો અક્ષમ્ય વિલંબ કરવો એ સર્વિસમાં મોટી ખામી અને ગેરવાજબી વ્યાપારી રીતરસમ છે. જે ચલાવી લેવાય નહિં.  કોરોના કાળની ટિકિટ, રિફંડ માટે ધક્કા! ટ્રાવેલ એજન્સી દ્વારા ગ્રાહક સાથે કરાયેલ છેતરપિંડીની આ સમગ્ર કાનૂની લડાઈ વિશે વિગતે જાણીએ. ઘટના ક્યારની છે?: એક મુસાફરે કોરોના મહામારી દરમિયાન, 9 જૂન 2020 ના રોજ યાત્રા (Yatra) એપ દ્વારા મુંબઈથી ચેન્નઈની સ્પાઇસજેટ (SpiceJet) ફ્લાઇટ બુક કરાવી હતી. આ માટે તેમણે ટિકિટના ₹4301  અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સના ₹269 ચૂકવ્યા હતા. જોકે લોકડાઉનના કારણે આ ફ્લાઇટ કેન્સલ થઈ હતી. એરલાઇન્સે પૈસા આપ્યા : ચોંકાવનારી બાબત એ છે કે સ્પાઇસજેટ એરલાઇન્સે 17 જાન્યુઆરી, 2021 ના રોજ જ ટિકિટના રિફંડના પૈસા યાત્રા ઓનલાઈનને ટ્રાન્સફર કરી દીધા હતા. ટ્રાવેલ એજન્સીની બેદરકારી: એરલાઇન્સ પાસેથી પૈસા આવી ગયા હોવા છતાં, યાત્રા ઓનલાઈન કંપનીએ મુસાફરને કોઈ પણ કારણ આપ્યા વિના પૂરા ત્રણ વર્ષ સુધી પૈસા ન આપ્યા. અંતે, મુસાફરે જ્યારે લીગલ નોટિસ ફટકારી, ત્યારે છેક 11 ડિસેમ્બર, 2023 ના રોજ તેને પૈસા પાછા મળ્યા. અદાલતે નોંધ્યું કે, કંપનીની આ પ્રકારની બેદરકારીના કારણે ગ્રાહકને વારંવાર રજૂઆતો કરવી પડી અને કાનૂની કાર્યવાહીનો સહારો લેવો પડ્યો, જેનાથી તેને ભારે માનસિક આઘાત અને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આથી કોર્ટે યાત્રા ઓનલાઈનને ₹ 50000 વળતર અને ₹ 10000 કાનૂની લડાઈનો ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો. સ્પાઇસજેટ અને ઇન્સ્યોરન્સ કંપની કેમ બચી ગઈ? ગ્રાહકે આ કેસમાં સ્પાઇસજેટ એરલાઇન્સ અને વીમા કંપનીને પણ પક્ષકાર બનાવ્યા હતા, પરંતુ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા: સ્પાઇસજેટ: અદાલતે કહ્યું કે એરલાઇન્સે સમયસર પૈસા યાત્રા ઓનલાઈનને મોકલી દીધા હતા, તેથી ગ્રાહકને પૈસા મોડા મળવા પાછળ એરલાઇન્સની કોઈ ભૂલ નથી. ઇન્સ્યોરન્સ કંપની: વીમા પોલિસીના નિયમો મુજબ, જો એરલાઇન્સ પોતે ફ્લાઇટ કેન્સલ કરે, તો તેનો ક્લેમ મળવાપાત્ર હોતો નથી, આથી વીમા કંપનીની જવાબદારી બનતી નથી. બીજી ઘટના: બિયરની બોટલ પર ₹10 વધુ લેવા ભારે પડ્યા! ગ્રાહક સુરક્ષાને લગતો આવો જ બીજો એક રસપ્રદ કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. કેરળના કન્ઝ્યુમર ફોરમે સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન (KSBC) ને એક ગ્રાહકને ₹ 25000 નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગુનો શું હતો?: આ સરકારી દુકાને ગ્રાહક પાસેથી બિયરની બોટલ પર છાપેલી કિંમત (MRP) કરતાં માત્ર ₹ 10 વધુ વસૂલ્યા હતા. કોર્ટનું વલણ: કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એમઆરપી (MRP) કરતાં એક પણ રૂપિયો વધુ લેવો એ ગ્રાહક સાથે છેતરપિંડી અને 'અનફેર ટ્રેડ પ્રેક્ટિસ' છે. ગ્રાહકે આ ₹ 10 માટે કોર્ટના ધક્કા ખાવા પડ્યા હોવાથી તેને આ વળતર મળવું જ જોઈએ. તમારા માટે ઉપયોગી માર્ગદર્શન FAQs જો કોઈ ઓનલાઈન એપ રિફંડ ન આપે તો ગ્રાહકે શું કરવું જોઈએ?  સૌપ્રથમ કંપનીને ઇમેલ દ્વારા લેખિત ફરિયાદ કરો. જો કોઈ સંતોષકારક જવાબ ન મળે, તો ગ્રાહક રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) નો સંપર્ક કરી શકે છે અથવા ગ્રાહક અદાલતમાં (ઈ-દાખલ પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ) કેસ દાખલ કરી શકે છે. શું ગ્રાહક અદાલતમાં વકીલ રોકવો ફરજિયાત છે?  ના, ગ્રાહક અદાલતની પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. ગ્રાહક વકીલ રાખ્યા વિના, પોતે જ સાદા કાગળ પર પોતાની ફરિયાદ અને પુરાવા (બુકિંગ આઈડી, પેમેન્ટ પ્રૂફ અને ઇમેલ) રજૂ કરીને ન્યાય મેળવી શકે છે. આ પણ વાંચો । Stray Dogs SC Verdict: 'ડોગ બાઈટ ચિંતાનો વિષય', સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ પર મોટો ચુકાદો આપ્યો આ બંને ચુકાદાઓ દેશના કરોડો ડિજિટલ ગ્રાહકો માટે એક મોટી જીત સમાન છે. ઘણીવાર ગ્રાહકો નાની રકમ માટે કોર્ટના ધક્કા ખાવાનું ટાળતા હોય છે અને મોટી કંપનીઓ આ જ વાતનો ફાયદો ઉઠાવે છે. પરંતુ આ કિસ્સાઓ સાબિત કરે છે કે જો તમે તમારા હક્કો માટે અવાજ ઉઠાવશો, તો કાયદો તમને વ્યાજ સહિત વળતર અપાવશે.
    Click here to Read more
    Prev Article
    MP राज्यसभा चुनाव: नामांकन रद्द मामले में मीनाक्षी नटराजन को आज नहीं मिली राहत, सुप्रीम कोर्ट ने कहा- कल आइएगा
    Next Article
    વરસાદના કારણે ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A મેચ રોકાઈ:પ્રભસિમરન સિંહ 84 રન બનાવ્યા; વૈભવ હાફ સેન્ચુરી ચૂક્યો; તિલક-ગાયકવાડ ક્રિઝ પર; IND-Aનો સ્કોર 174/3

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment