Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વરસાદના કારણે ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A મેચ રોકાઈ:પ્રભસિમરન સિંહ 84 રન બનાવ્યા; વૈભવ હાફ સેન્ચુરી ચૂક્યો; તિલક-ગાયકવાડ ક્રિઝ પર; IND-Aનો સ્કોર 174/3

    4 hours ago

    1

    0

    ટ્રાઈ સિરીઝમાં ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહેલી મેચ વરસાદના કારણે રોકી દેવામાં આવી છે. દામ્બુલામાં વરસાદ આવ્યા પહેલા ઈન્ડિયા-A એ 24.3 ઓવરમાં 3 વિકેટે 174 રન બનાવી લીધા હતા. ઋતુરાજ ગાયકવાડ 29 અને તિલક વર્મા 3 રન પર અણનમ પરત ફર્યા છે. પ્રભસિમરન સિંહ 84 રન બનાવીને આઉટ થયો. તેને ઇમરાન મીરે વિકેટકીપર મોહમ્મદ ઇશાકના હાથે કેચ આઉટ કરાવ્યો. પ્રિયાંશ આર્યા (8 રન) અને વૈભવ સૂર્યવંશીને (44 રન) અબ્દુલ્લા અહમદઝઈએ પેવેલિયન ભેગા કર્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
    Click here to Read more
    Prev Article
    ગ્રાહક જાગો... અહીં ન્યાય મળશે! ટિકિટના પૈસા 3 વર્ષ દબાવી રાખનાર 'Yatra Online' ને કોર્ટે પાઠ ભણાવ્યો, જાણો આખો કિસ્સો
    Next Article
    PC pens heartfelt tribute for late father on his death anniversary

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment