Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Explained: ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? વાયરલ દાવા પર RBI એ કરી સ્પષ્ટતા!

    4 hours from now

    1

    0

    શું ભારતમાં પણ પ્લાસ્ટિકની ચલણી નોટો ચાલશે? શું આગામી ૩૦ જૂન સુધીમાં ભારતીય કાગળની નોટો નવી પ્લાસ્ટિક કરન્સીમાં બદલાઈ જશે? છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આ વાતને લઈને ભારે હોબાળો મચ્યો છે. વાયરલ વીડિયો અને મેસેજના કારણે સામાન્ય લોકોમાં એટલો ભ્રમ ફેલાયો છે કે લોકોએ જૂની કે થોડી ખરાબ થયેલી કાગળની નોટો સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છે. આ સ્થિતિને જોતા હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્ર સરકારની એજન્સી પીઆઈબી (PIB) એ સામે આવીને સ્થિતિ સ્પષ્ટ કરવી પડી છે.સોશિયલ મીડિયા પર શું છે દાવો?ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ પર એક એડિટ કરેલો વીડિયો જોરશોરથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર ૩૦ જૂન ૨૦૨૬ સુધીમાં કાગળની તમામ નોટો બંધ કરીને દેશમાં પ્લાસ્ટિક કરન્સી લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ વીડિયોમાં ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની નોટો બદલવાની વાત કરવામાં આવી છે અને ભ્રમ ફેલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એડિટ કરેલા અવાજનો પણ ઉપયોગ કરાયો છે.શું છે અસલી સત્ય?આ અફવાને કારણે બજારમાં અસમંજસ ઉભી થતાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ ચેક ટીમે તપાસ હાથ ધરી હતી. PIB એ સત્તાવાર રીતે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો તદ્દન નકલી (Fake) અને ડિજિટલી એડિટ કરેલો છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કાગળની નોટો પાછી ખેંચવાની કે તેની જગ્યાએ પ્લાસ્ટિક કરન્સી લાવવાની આવી કોઈ યોજના નથી.સરકારે નાગરિકોને કરી અપીલપીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે ચલણી નોટો કે નાણાકીય નિર્ણયો અંગે સોશિયલ મીડિયાના ભ્રામક દાવાઓ પર વિશ્વાસ ન કરવો. કોઈપણ માહિતી મેળવવા માટે માત્ર રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ (rbi.org.in) ની જ મુલાકાત લેવી. પંચે લોકોને જાગૃત નાગરિક બનવા અને આવા શંકાસ્પદ કન્ટેન્ટને આગળ શેર ન કરવા જણાવ્યું છે. જો કોઈને આવી ભ્રામક માહિતી મળે, તો તેઓ @PIBFactCheck પર ફરિયાદ પણ કરી શકે છે.કયા દેશોમાં ચાલે છે પ્લાસ્ટિકની નોટો?અત્રે નોંધનીય છે કે વિશ્વના કેટલાક દેશોમાં પ્લાસ્ટિક એટલે કે પોલીમર આધારિત નોટોનો ઉપયોગ થાય છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, ન્યુઝીલેન્ડ અને વિયેતનામ જેવા દેશો સામેલ છે. આ નોટો શુદ્ધ પ્લાસ્ટિકની નથી હોતી પરંતુ ખાસ પોલીપ્રોપીલિનથી બને છે, જે પાણીમાં ધોવાઈ જવા છતાં ફાટતી નથી અને લાંબો સમય ચાલે છે. જોકે, ભારતમાં અત્યારે આવો કોઈ બદલાવ થવાનો નથી.આ પણ વાંચો:Cockroach Janta Party:શું ‘કોકરોચ’બની શકશે રાજકીય પક્ષનું ચૂંટણી ચિન્હ? વાયરલ થયેલી ‘CJP’ ની ઓળખ સામે સંકટ
    Click here to Read more
    Prev Article
    વૈભવે એકપણ છગ્ગો માર્યા વિના 200ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી:ફિફ્ટી ચૂક્યો; પ્રભસિમરન સિંહ 16 રને સદી ચૂક્યો; વરસાદ બંધ થતા મેચ ફરી શરૂ; IND-Aનો સ્કોર 212/3
    Next Article
    TVની એ ગુમનામ હસીના, જેણે ઊભું કર્યું 180 કરોડનું સામ્રાજ્ય! એક્ટ્રેસે બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં મચાવી દીધી ધૂમ!

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment