Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    USA News: અમેરિકામાં ભારતીય મૂળના મહેન્દ્ર માખીજાનીએ બેંકને લગાવ્યો 955 કરોડનો ચૂનો

    4 hours from now

    1

    0

    અમેરિકામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. કેલિફોર્નિયાના કોરોના ડેલ મારમાં રહેતા અને ગ્રીન કાર્ડ ધરાવતા 44 વર્ષીય મહેન્દ્ર માખીજાની પર આશરે 10 કરોડ ડોલર એટલે કે અંદાજે 955 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અમેરિકન તપાસ એજન્સીઓએ તેમની ધરપકડ કરી લીધી છે અને જો અદાલતમાં ગુનો સાબિત થશે, તો તેમને મહત્તમ 30 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.શું છે સમગ્ર કૌભાંડ?અદાલતી દસ્તાવેજો અને તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, મહેન્દ્ર માખીજાની કેલિફોર્નિયાના ન્યૂપોર્ટ બીચ સ્થિત 'કેન્ટર ગ્રુપ V LLC' (Cantor Group V LLC) નામની કંપનીનું સંચાલન કરે છે. આ કંપનીએ રિયલ એસ્ટેટ લોન જારી કરવા અને ખરીદવા માટે એક પ્રતિષ્ઠિત બેંક સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ બેંકે કંપનીને 10 કરોડ ડોલરનું ફંડ આપ્યું હતું. શરત મુજબ, કંપનીએ આ લોન સાથે જોડાયેલી મિલકતો બેંક પાસે સુરક્ષા (મોર્ગેજ) તરીકે ગિરવી રાખવાની હતી અને લોનની વસૂલાતમાંથી બેંકના નાણાં પરત કરવાના હતા.નકલી દસ્તાવેજો અને શેલ કંપનીઓનો ખેલતપાસમાં બહાર આવ્યું છે કે સપ્ટેમ્બર 2024 થી એપ્રિલ 2025 વચ્ચે મહેન્દ્ર માખીજાનીએ ટાઇટલ ઇન્શ્યોરન્સ પોલિસીના રેકોર્ડ્સમાં મોટા પાયે ફેરફાર અને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેમણે દસ્તાવેજોમાં એવું દર્શાવ્યું કે સંબંધિત મિલકતો પર પહેલો કાનૂની દાવો તેમની કંપનીનો છે, જ્યારે વાસ્તવિકતા તદ્દન અલગ હતી. મિલકતો પર અગાઉથી લેવાયેલી લોન અને કાનૂની દાવાઓની વિગતો બેંકથી છુપાવવામાં આવી હતી. આ છેતરપિંડી માટે તેમણે કેટલીક શેલ (બોગસ) કંપનીઓનો પણ ઉપયોગ કર્યો હતો.બેંક અધિકારીઓ સાથે ઠગાઈ આચરીઆરોપ છે કે માખીજાનીએ પોતાના કર્મચારીઓ દ્વારા આ નકલી કાગળો બેંકને મોકલાવ્યા હતા. એટલું જ નહીં, બેંક અધિકારીઓ સાથેની ઓનલાઈન મીટિંગ્સ અને ટેલિકોન્ફરન્સમાં પણ તેમણે ખોટી માહિતી આપીને બેંકને ગેરમાર્ગે દોરી હતી. પૈસાની હેરફેર અને મલ્ટિપલ બેંક એકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનની ઊંડી તપાસ બાદ આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે.સેક્સ પાર્ટીઓના આયોજનનો પણ આરોપઅમેરિકાના મીડિયા રિપોર્ટ્સ (ન્યૂયોર્ક પોસ્ટ) અનુસાર, મહેન્દ્ર માખીજાની પર માત્ર નાણાકીય હેરાફેરી જ નહીં, પરંતુ હાઈ પ્રોફાઈલ સેક્સ પાર્ટીઓ હોસ્ટ કરવાનો અને ત્યાં આવતા લોકો પર અલગ-અલગ પ્રકારે દબાણ લાવવાનો પણ આક્ષેપ છે. હાલમાં અમેરિકન એજન્સીઓ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ પણ વાંચો:Epstein case: અબજોપતિ બિલ ગેટ્સનો ચોંકાવનારો ખુલાસો, એપ્સટિન મારાં અફેર્સ વિશે......
    Click here to Read more
    Prev Article
    ‘The biggest thing that's invisible is lifestyle inflation disguised as convenience’: 22-year-old Noida engineer who saves ₹20,000 a month shares his biggest money lesson
    Next Article
    Strait of Hormuz બંધ, ભારતમાં ઇંધણનું ગંભીર સંકટ! આ 4 વસ્તુઓ પર પણ પડશે અસર!

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment