Strait of Hormuz બંધ, ભારતમાં ઇંધણનું ગંભીર સંકટ! આ 4 વસ્તુઓ પર પણ પડશે અસર!
4 hours from now
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે સર્જાયેલી આ કટોકટીએ વૈશ્વિક બજારો સહિત ભારતની ચિંતામાં પણ મોટો વધારો કર્યો છે. 'ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી' (CTI) ના ચેરમેન બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો ૧૯૭૦ ના દાયકા પછીનું સૌથી મોટું ઉર્જા સંકટ ઊભું થશે, કારણ કે વિશ્વનો ૨૦% તેલ પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગ પર નિર્ભર છે.ભારતને ચાર મોટા મોરચે લાગશે આર્થિક ફટકો1. પ્રચંડ તેલ સંકટ અને મોંઘું પેટ્રોલ:ભારત પોતાના ક્રૂડ ઓઇલની 60% અને એલએનજી (LNG) ની 40% આયાત હોર્મુઝ માર્ગેથી જ કરે છે. ઇરાક, સાઉદી અરેબિયા અને યુએઇ (UAE) માંથી આવતો પુરવઠો અટકી જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 200 ડોલર સુધી પહોંચી શકે છે. જો આમ થશે, તો ભારતમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. ૧૪૦ થી ૧૫૦ અને ડીઝલ રૂ. 130 ને પાર થઈ શકે છે. ક્રૂડ ઓઇલમાં પ્રત્યેક ૧ ડોલરના વધારાથી ભારતનું વાર્ષિક આયાત બિલ 1.5 અબજ ડોલર વધી જાય છે.2. આકાશે આંબશે ફુગાવો (Inflation):માર્ચ-એપ્રિલ 2026 માં ભારતનો છૂટક ફુગાવો 3.4 % હતો. પરંતુ પરિવહન ખર્ચ બમણો થવાને કારણે દેશમાં મોંઘવારીનો દર ખૂબ જ ઝડપથી વધીને ૫% ને પાર થઈ શકે છે. ખાદ્ય પદાર્થો, કપડાં, વીજળી અને ગેસની કિંમતોમાં અસહ્ય વધારો ઝીંકાશે.3. ક્ષેત્રવાર ગંભીર અસરો:ઉડ્ડયન (Aviation): એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF) મોંઘું થતાં વિમાન ભાડામાં 40 થી 50% નો તોતિંગ વધારો થઈ શકે છે.ઉદ્યોગો અને ખેતી: પેઇન્ટ, ટાયર અને પ્લાસ્ટિક ઉદ્યોગોના કાચા માલના ખર્ચમાં ૨૫% નો વધારો થશે. મોંઘા ગેસને કારણે યુરિયા અને ખાતર બનાવવા પાછળ સરકારનું સબસિડી બિલ વધશે, જે ખેતીને મોંઘી બનાવશે.શિપિંગ: દરિયાઈ નૂર (Freight) ના દર 200 થી 300૦% વધશે, જેથી નિકાસ-આયાત ખોરવાશે.4. વ્યાપારી અને સુરક્ષા જોખમો:આ યુદ્ધની સ્થિતિમાં ઈરાન નજીક આવેલું ભારતનું વ્યૂહાત્મક 'ચાબહાર બંદર' પણ પ્રભાવિત થશે. દરિયાઈ વીમા પ્રીમિયમમાં 10 ગણો વધારો થવાની સંભાવના છે.ભારત પાસે શું છે સંરક્ષણ અને વિકલ્પો?ભારત પાસે હાલમાં આશરે 74 દિવસનો વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserve) ઉપલબ્ધ છે. તેમાંથી વિશાખાપટ્ટનમ, મેંગલોર અને પાદુરના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં 9 દિવસની આયાત જેટલું (5.33 MMT) કટોકટીનું તેલ સંગ્રહિત છે. હાલમાં ભારતનું ૩૫% તેલ રશિયાથી આવે છે, જે હોર્મુઝ માર્ગનો ઉપયોગ કરતું નથી, પરંતુ રશિયા ભારતની વધારાની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ નથી. જો ભારત અમેરિકા, બ્રાઝિલ કે ગુયાનાથી તેલ મંગાવે, તો હોર્મુઝના ૫ દિવસના બદલે ૪૦ દિવસનો સમય લાગશે, જેનાથી આયાત ખર્ચ અને મુસાફરીનો સમય ત્રણ ગણો વધી જશે.આ પણ વાંચોઃ Epstein case: અબજોપતિ બિલ ગેટ્સનો ચોંકાવનારો ખુલાસો, એપ્સટિન મારાં અફેર્સ વિશે......
Click here to Read more
