મિચેલ સ્ટાર્કે 4 બોલમાં 3 વિકેટ ઝડપી:મજબૂત સ્થિતિમાં રહેલા રાજસ્થાનને એક જ ઓવરમાં બેકફૂટ પર ધકેલ્યું; પરાગ ફિફ્ટી ફટકારીને આઉટ
4 weeks ago
IPL 2026માં રવિવારની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત આકીબ નબીના સ્થાને ત્રિપુર્ણા વિજય ડેબ્યું કરી રહ્યો છે. RR માટે રવિ સિંહ ડેબ્યૂ કર્યું છે. રવીન્દ્ર જાડેજા આજે રમી રહ્યો નથી. બંને ટીમને પ્લેઓફમાં ટકી રહેવા માટે જીત જરૂરી છે. દિલ્હી 12 મેચમાં 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં સાતમાં સ્થાને છે. રાજસ્થાન 11 મેચમાં 12 પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), અભિષેક પોરેલ, સાહિલ પરખ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, ત્રિપુર્ણા વિજય, લુંગી એન્ગિડી, મિચેલ સ્ટાર્ક અને મુકેશ કુમાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: આશુતોષ શર્મા, સમીર રિઝવી, વિપરાજ નિગમ, પથુમ નિસાંકા, કરુણ નાયર. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), રવિ સિંહ, ડોનોવન ફરેરા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, એડમ મિલ્ને, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: દાસુન શનાકા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ બિશ્નોઈ, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા.
Click here to Read more

