Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે

    3 hours ago

    1

    0

    મુંબઈ : વિશ્વ ઈરાન-અમેરિકા, ઈઝરાયેલ, યુક્રેન-રશિયા યુદ્વના કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી બહાર આવવા વિશ્વ મથી રહ્યું છે, પરંતુ વિશ્વને રોજબરોજ અનિશ્ચિતતામાં ગરકાવ રાખનારા અમેરિકા, રશિયા યુદ્વનો અંત લાવવાના બદલે યુદ્વને વધુ ભડકાવીને વૈશ્વિક બજારોને સતત હચમચાવી રહ્યા છે.ઈરાન સાથે અમેરિકાની ડિલમાં પલકવારમાં હા-ના-હા-ના કરીને માહોલ સતત ડહોળાયેલો રાખવામાં આવી રહ્યો છે. બીજી તરફ ટ્રમ્પ ભારત સાથે ફરી દોસ્તી, ટ્રેડ ડિલ ટૂંક સમયમાં થવાના નિવેદન અને તુરત ફરી વધુ ટેરિફ લાદવાની ચીમકી આપીને ભારતીય બજારોમાં સેન્ટીમેન્ટને ડહોળી રહ્યા છે. ક્રુડ ઓઈલના જંગી આયાત બિલને  લઈ ભારત સરકારે ફોરેક્સ બચત માટેની અપીલ કરી લીધેલા પગલાં બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફોરેક્સની કટોકટી ન સર્જાય અને આયાત બિલની ચૂકવણી માટે રિઝર્વ પર્યાપ્ત બની રહે એ માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ પર ટેક્ષમાં રાહત આપી છે. ભારતીય શેર બજારોમાંથી સતત ઉચાળા ભરી રહેલા વિદેશી રોકાણકારોના આ ટ્રેન્ડથી સરકાર પણ ચિંતિત બની છે.
    Click here to Read more
    Prev Article
    સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર
    Next Article
    Upasana Kamineni's 77,000 crore business empire

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment