Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    મોંઘવારીનો માર, ઘરેલું LPG સિલિન્ડરની કિંમત ₹ 29 વધી, જુઓ નવા ભાવ

    4 hours from now

    1

    0

    LPG Cylinders Price Hike : એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા છે. રાંધણગેસ સિલિન્ડરની કિંમત 29 રૂપિયા વધારવામાં આવી છે. ત્રણ મહિનામાં આ બીજો ભાવ વધારો છે.  અમેરિકા ઇરાન યુદ્ધથી ઇંધણની સપ્લાયમાં અવરોધ ઉભો થતા વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા છે, જેની અસરે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે.  સમાચાર એજન્સી પીટીઆઈએ ઉદ્યોગના સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે 7 જૂનથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 913 રૂપિયાથી વધીને 942 રૂપિયા થઈ જશે. આ ભાવ વધારો 7 માર્ચે સિલિન્ડર દીઠ 60 રૂપિયાના વધારા પછી આવ્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જાનો પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વૈશ્વિક બજારમાં ઇંધણના ભાવમાં વધારો થયો હતો. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વધારાથી ઘરેલું એલપીજી વેચાણ પરના નુકસાનની આંશિક ભરપાઈ કરવામાં મદદ મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરના ફેરફાર પહેલા, સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વેચાયેલા દરેક એલપીજી સિલિન્ડર પર લગભગ 703 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. LPG સિલિન્ડરના ભાવમાં આ વધારો પેટ્રોલ ડીઝલમાં મોટા ભાવવધારા વચ્ચે આવ્યો છે. મેના મધ્યથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સંયુક્ત રીતે 7.50 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ના ભાવમાં લગભગ 6 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના વધારા છતાં, તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ રાહત ભાવે વેચી રહી છે, જેના કારણે તેમને પેટ્રોલ પર લગભગ 11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 33.6 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. સરકારે હજી સુધી વૈશ્વિક બજારમાં ઇંધણના ભાવ વધારોનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર લાદયો નથી, પરંતુ વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને ફ્યૂઅલ બજાર અસ્થિર હોવાથી સરકારી ઓઇલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ પોતે અમુક ભાવવધારો સહન કરી રહી છે.
    Click here to Read more
    Prev Article
    Weekly Numerology Horoscope 8 To 14 june 2026: इस हफ्ते मूलांक 5 जॉब में सावधान! अंक 6 को शत्रुओं से नुकसान, नंबर 7 को बॉस से मिलेगा इनाम
    Next Article
    'CID मूसा' फेम सलीम कुमार का निधन, महज 56 की उम्र में दुनिया को कहा अलविदा, साउथ फिल्म इंडस्ट्री में पसरा मातम

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment