મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે ડિલ કરવાની તૈયારીમાં હોવાના અને ઈરાન આવી કોઈ વાત નહીં હોવાના નિવેદન અને બીજી તરફ પાકિસ્તાન જીનીવામાં કરાર થવાની વાત કરતાં રહીને સતત વિશ્વને બાનમાં રાખી વૈશ્વિક બજારોને અનિશ્ચિતતામાં જ ગરકાવ રાખી રહ્યા છે. વિશ્વ બજારોમાં જાણે નિવેદનોના નામે મોટો જુગાર રમાઈ રહ્યો હોય એમ ક્રુડ ઓઈલ, વૈશ્વિક શેર બજારો, સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ થતી જોવાઈ રહી છે. આ પરિસ્થતિ વચ્ચે ભારતીય શેર બજારોમાં શુક્રવારે મોટી તેજી જોવાઈ છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશમાં ડોલરિયો રોકાણ પ્રવાહ ફરી વહેતો થાય અને એફઆઈઆઈની શેરોમાં વેચવાલીરૂપી ઓટ અટકે એ માટેના પ્રોત્સાહનોના પગલાંની પોઝિટીવ અસર જરૂર જોવાઈ છે. પરંતુ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડવાનું જોખમ, ક્રુડ ઓઈલના ભાવ ઘટયામથાળેથી ફરી વધી આવવા અને ઘર આંગણે ચોમાસું આ વખતે સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ ચોમાસાની પ્રગતિ પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે. જીઓપોલિટીકલ ટેન્શન, ક્રુડ ઓઈલના ભાવ, ચોમાસા સહિતના પરિબળો પર નજરે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૨૯૧૧થી ૨૩૮૬૬ વચ્ચે અને સેન્સેક્સ ૭૩૨૫૫ થી ૭૬૨૮૮ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.
Click here to Read more

