વૈભવ સૂર્યવંશીએ પોતાના સેલિબ્રેશનનું રહસ્ય જાહેર કર્યું, શું હતો ‘A’ સાઇનનો મતલબ?
3 weeks ago
Vaibhav Sooryavanshi Special Celebration : આઈપીએલ 2026માં શરૂઆતથી અંત સુધી એક નામની સૌથી વધારે ચર્ચા છે અને તે છે વૈભવ સૂર્યવંશી. 15 વર્ષીય ઓપનરે આ સિઝનમાં જે આક્રમક રમત બતાવી છે તેનાથી આખી દુનિયામાં તેના ચાહક બની ગયા છે. મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે વૈભવે 38 બોલમાં 93 રનની ઈનિંગ રમી હતી, જેણે બધાનું દિલ જીતી લીધું હતુ. આ ઇનિંગ્સ બાદ વૈભવે એક ખાસ સેલિબ્રેશન કર્યું હતું. આ પછી દરેક લોકો જાણવા માંગતા હતા કે તેના સેલિબ્રેશનનો અર્થ શું છે. મેચ બાદ વૈભવે આ રહસ્ય જાહેર કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ મેચ પછી રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર સાથે વાત કરી હતી અને ફ્રેન્ચાઇઝીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં રોમીએ વૈભવને પૂછ્યું કે તમે જે ખાસ સેલિબ્રેશન કર્યું તેનો અર્થ શું છે. તેના જવાબમાં વૈભવે સૌ પ્રથમ કહ્યું હતું કે હું આ વિશે કોઈને વધુ કહેવા માંગતો નથી. પ્રેઝન્ટેશન સેરેમનીમાં પણ તેણે મુરલી કાર્તિકના સવાલનો સાચો જવાબ આપ્યો ન હતો અને તે કહીને ટાળી દીધો હતો કે હું દરેક મેચમાં કંઇક નવું કરવા માંગું છું. An entertainer on the field and even off it 😄That's Vaibhav Sooryavanshi for you 😌Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb — IndianPremierLeague (@IPL) May 19, 2026 વૈભવે ખાસ સેલિબ્રેશનનું કારણ જણાવ્યું રોમી ભિંડરે વૈભવને પૂછ્યું કે અડધી સદી ફટકાર્યા પછી તમે તમારી આંગળીઓથી જે ‘A’ બનાવ્યો હતો, તે કોના માટે હતો? આ અંગે સૂર્યવંશીએ કહ્યું કે મેં આ મારી માતાને સમર્પિત કરી છે, તેનું નામ એ થી છે. હું તે બધાને કહેવા માંગતો ન હતો. તે ખરેખર તેમના માટે હતું. તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશીની માતાનું નામ આરતી છે. તેમના નામનો પહેલો અક્ષર ‘A’ બનાવીને વૈભવે આ ખાસ ઉજવણી પોતાની માતાને સમર્પિત કરી હતી. Always a mumma's boy 💗 pic.twitter.com/k3X7HVEXTA — Rajasthan Royals (@rajasthanroyals) May 19, 2026 આઈપીએલ 2026, વૈભવ સૂર્યવંશીના 93 રન, રાજસ્થાન રોયલ્સનો વિજય વૈભવ સૂર્યવંશીએ લખનઉ સામે 38 બોલમાં 93 રન ફટકાર્યા વૈભવ સૂર્યવંશીએ લખનઉ સામે 38 બોલમાં 93 રન ફટકાર્યા હતા. તેણે 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. શરુઆતમાં તે થોડો ધીમો રમ્યો હતો, પરંતુ તે પછી જ્યારે તેણે ગિયર બદલ્યા ત્યારે દરેક બોલર લાચાર લાગતો હતો. વૈભવે આ સિઝનમાં 579 રન બનાવ્યા છે અને 53 છગ્ગા પણ ફટકાર્યા છે. તેની ઈનિંગને સહારે રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં 221 રનનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કર્યો હતો અને મેચ 7 વિકેટથી જીતી લીધી હતી.
Click here to Read more
