Ahmedabad News:કર્મચારી 53 મિનિટ વોશરૂમમાં રહ્યો તો બોસે માંગ્યો હિસાબ! કહ્યું- 'હવે 40 મિનિટ ઓફિસમાં વધારે બેસો'
14 minutes ago
આજના આધુનિક કોર્પોરેટ જગતમાં કર્મચારીઓના પર્ફોર્મન્સ અને પ્રોડક્ટિવિટી પર નજર રાખવી સામાન્ય બાબત છે, પરંતુ અમદાવાદમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે કાર્યસ્થળ પર કર્મચારીઓની પ્રાઇવસી અને તેમના અધિકારો અંગે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા જગાવી દીધી છે. અમદાવાદના એક કર્મચારીએ દાવો કર્યો છે કે તેની કંપની હવે કર્મચારીઓના વોશરૂમ બ્રેક નો સમય પણ ગણી રહી છે અને નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સમય લેવા બદલ કર્મચારીઓને ઓફિસમાં વધારાનો સમય રોકાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.53 મિનિટના બ્રેકનો મંગાયો હિસાબઆ પીડિત કર્મચારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર પોતાની આપવીતી શેર કરી છે. તેણે જણાવ્યું કે તે છેલ્લા 10 મહિનાથી આ કંપનીમાં કામ કરી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન ક્યારેય તેના કામને લઈને કોઈ ફરિયાદ આવી નથી. તે પોતાનું તમામ કામ હંમેશા સમયસર પૂરું કરે છે. પરંતુ તાજેતરમાં જ કંપનીએ એક નવો નિયમ લાગુ કર્યો છે જે ખૂબ જ માનસિક ત્રાસ આપનારો છે.કર્મચારીના જણાવ્યા અનુસાર, એક દિવસ તેના બોસે તેને કેબિનમાં બોલાવીને કહ્યું કે તેણે આખા દિવસ દરમિયાન વોશરૂમમાં કુલ 53 મિનિટ વિતાવી છે. કંપનીની નવી પોલિસી મુજબ કોઈ પણ કર્મચારી દિવસમાં વધુમાં વધુ 30 મિનિટ જ વોશરૂમ બ્રેક લઈ શકે છે. કર્મચારીએ આ સમયમર્યાદા ઓળંગી હોવાને કારણે બોસે તેને તેની ભરપાઈ કરવા માટે ઓફિસ અવર્સ પછી વધુ 40 મિનિટ બેસીને કામ કરવાનો આદેશ આપ્યો હતો.ફોન પણ ડેસ્ક પર મૂકીને જાય છે કર્મચારીકર્મચારીએ પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે તે જ્યારે પણ વોશરૂમ જાય છે ત્યારે પોતાનો મોબાઈલ ફોન ડેસ્ક પર જ છોડીને જાય છે જેથી કોઈ એમ ના કહી શકે કે તે અંદર જઈને ટાઈમપાસ કરે છે. વધુમાં, વોશરૂમ તેની સીટથી માત્ર થોડાક જ પગલાં દૂર છે. છેલ્લા 10 મહિનાથી તે આ જ રૂટિન ફોલો કરતો હતો પરંતુ પહેલાં ક્યારેય કોઈને વાંધો નહોતો, પરંતુ હવે અચાનક આ પ્રકારની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે જે અયોગ્ય છે.સોશિયલ મીડિયા પર લોકોનો રોષઆ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે કંપનીની આ નીતિની આકરી ટીકા કરી છે. મોટાભાગના લોકોએ કર્મચારીને સલાહ આપી છે કે તેણે આવી કંપની તાત્કાલિક છોડી દેવી જોઈએ અને નવી નોકરી શોધવી જોઈએ. એક યુઝરે લખ્યું કે, "કંપની કદાચ જાણીજોઈને તેને ટાર્ગેટ કરી રહી છે જેથી તે પોતે જ નોકરી છોડી દે." અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે નાની કંપનીઓમાં આવા વિચિત્ર અને કડક નિયમો અવારનવાર જોવા મળે છે.જોકે આ મામલે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ ઓફિસ કલ્ચરમાં માનવતા અને કર્મચારીઓના મૂલ્યાંકનની પદ્ધતિઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.આ પણ વાંચો:Sky Burial: ભારતના આ પડોશી દેશમાં મૃતદેહના ટુકડા કરી ગીધને ખવડાવવામાં આવે છે
Click here to Read more