Auto News: ટાટા, મારૂતિ, BMW સહિત જૂન 2026માં લોન્ચ કરશે 6 નવી કાર, જૂઓ સંપૂર્ણ યાદી
4 days ago
Upcoming Cars Launch June 2026 : ઓટો માર્કેટ માટે જૂન 2026 મહિનો બહુ ખાસ રહેવાનો છે, કારણ કે ભારતીય બજારમાં ઘણી શાનદાર કાર લોન્ચ થવાની છે. આ મહિને અનેક પ્રીમિયમ અને ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં આવવા જઈ રહી છે અને આ યાદીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યૂઅલ કાર મારૂતિ સુઝુકી E100, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ ફેસલિફ્ટ, BMW X6 M60i, Honda ZR-V, Skoda Kodiaq RS, Tata Sierra EV અને BYD ની પ્રથમ પ્લગ ઇન હાઇબ્રિડ કારનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ નવી કારની લોન્ચ તારીખ અને સંભવિત ફીચર્સ મારૂતિ સુઝુકી E100 ફ્લેક્સ ફ્યુઅલ કાર (5 જૂન 2026) મારૂતિ સુઝુકી કંપની દ્વારા 5 જૂને ેભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યૂઅલ કાર Maruti Suzuki E100 લોન્ચ કરવામાં આવશે. ભારતમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટા પગલામાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે મારુતિ સુઝુકી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર દિલ્હીમાં એક વિશેષ કાર્યક્રમમાં તેની ફ્લેક્સ-ફ્યુઅલ સક્ષમ કારનું અનાવરણ કરશે. તે ભારતનું પ્રથમ 4-વ્હીલર હોઈ શકે છે જે E100 (100% ઇથેનોલ) સુધી ફ્યૂઅલ બ્લેન્ડ પર ચાલવા સક્ષમ હશે. ફ્લેક્સ ફ્યૂઅલ કારની ખાસિયત જાણવા અહીં ક્લિક કરો. મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ ફેસલિફ્ટ (15 જુન 2026) મર્સિડીઝ બેન્ઝે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે નવી મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ ફેસલિફ્ટ 15 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તે ભારતનું પ્રથમ પ્લગ ઇન હાઇબ્રિડ એસ ક્લાસ કાર હશે. તેમાં ઇલેક્ટ્રિક મોટર સાથે 3.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 22 22kWh બેટરી પેક મળશે, જે 435hp પાવર અને 680Nm ટોર્ક જનરેટ કરશે. BMW X6 M60i BMW કંપનીએ બીએમડબલ્યુ એક્સ6 એમ 60 આઈ કારનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. આથી આ કારનું લોન્ચિંગ જૂનમાં થવાની સંભાવના છે. તે 4.4-લિટર ટ્વીન-ટર્બો વી 8 માઇલ્ડ હાઇબ્રિડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 523hp પાવર અને 750Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર માત્ર 4.3 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે અને તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. ફીચરની વાત કરીયે તો 21 ઇંચના એલોય વ્હીલ્સ, રેડ બ્રેક કેલિપર, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ, વાયરલેસ ચાર્જર મળી શકે છે. Honda ZR V હોન્ડાની નવી ફ્લેગશિપ એસયુવી Honda ZRV સીબીયુ યુનિટ તરીકે ભારતમાં રજૂ કરવામાં આવશે. તે 2.0-લિટર મજબૂત હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે જે 184hp પાવર અને 315Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. ફીચરની વાત કરીએ તો તેમાં 9 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચની ડિજિટલ ડિસ્પ્લે, 12 સ્પીકર બોસ સિસ્ટમ, લેવલ-2 એડીએએસ, 360 ડિગ્રી કેમેરા મળશે. Skoda Kodiaq RS નવી સ્કોડા કોડિયાક આરએસ ભારતની પ્રથમ સ્કોડા આરએસ એસયુવી હશે, જેમાં 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન હશે જે સ્ટાન્ડર્ડ મોડેલ કરતા 60hp વધુ પાવર ઉત્પન્ન કરશે. આ એન્જિન સાથે 7 સ્પીડ DCT જોડવામાં આવશે. તેની ડિઝાઇન વિશે વાત કરીએ તો, તેમાં AWD સિસ્ટમ, બ્લેક ગ્રિલ, 20-ઇંચની સ્પોર્ટી એલોય, રેડ બ્રેક કેલિપર, ઓલ-બ્લેક કેબિનનો સમાવેશ થાય છે. Tata Sierra EV ટાટા મોટર્સ જૂનમાં તેની બહુપ્રતીક્ષિત ટાટા સિએરા ઇવી લોન્ચ કરે તેવી અપેક્ષા છે. તેના સંભવિત ફીચર્સ વિશે વાત કરીયે તો, તેમાં RWD અને AWD વિકલ્પો, 500km+ રીઅલ-વર્લ્ડ રેન્જ એરોડાયનેમિક ડિઝાઇન, પ્રીમિયમ ડિજિટલ કેબિનનો સમાવેશ થાય છે. BYD Plug in Hybrid Car ચાઇનીઝ કંપની BYD ભારતમાં તેની પ્રથમ પ્લગ ઇન હાઇબ્રિડ કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેને બે સંભવિત મોડેલો (BYD Atto 2 PHEV, BYD Sealion 6) સાથે બજારમાં લોન્ચ કરી શકાય છે. તેમની રેન્જ 900 કિમીથી 1,092 કિમી સુધીની હોવાનું કહેવાય છે.
Click here to Read more


