Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Auto News: પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં જ ભારતમાં EV કારની ડિમાન્ડ વધી, બુકિંગમાં અઢી ગણો ઉછાળો

    2 weeks ago

    1

    0

    પશ્ચિમ એશિયા સંકટ અને વધતા જતા ઈંધણના ભાવોની સીધી અસર હવે ભારતીય ઓટો માર્કેટ પર દેખાઈ રહી છે. ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા બે મહિનામાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના બુકિંગમાં 2 થી 2.5 ગણો મોટો ઉછાળો આવ્યો છે. લોકો હવે મોંઘા પેટ્રોલ-ડીઝલના દૈનિક ખર્ચથી બચવા માટે ઇલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા તરફ ઝડપથી વળી રહ્યા છે. ગ્રાહકોની વિચારસરણી બદલાતાં હવે તેઓ ઘરમાં ઓછામાં ઓછી એક ઇલેક્ટ્રિક કાર રાખવાનો આગ્રહ રાખી રહ્યા છે.ટાટા મોટર્સ ઉત્પાદનમાં 50% સુધીનો વધારો કરશે બજારમાં વધેલી આ અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે ટાટા મોટર્સ આગામી 3થી 4 મહિનામાં પોતાનું EV પ્રોડક્શન 50% સુધી વધારશે. હાલમાં કંપની દર મહિને અંદાજે 10,000 ઇલેક્ટ્રિક વાહનો બનાવે છે, જેને વધારીને હવે 15,000 યુનિટ કરવામાં આવશે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 1 લાખ EV વેચવાનો નવો રેકોર્ડ બનાવી શકે છે. જો કે, પાર્ટ્સની ઉપલબ્ધતા અને સપ્લાય ચેઈન સક્ષમ કરવી કંપની માટે અત્યારે મોટો પડકાર છે. બજેટ કાર સેગમેન્ટમાં CNG અને EV શ્રેષ્ઠ વિકલ્પ કંપનીના MD શૈલેષ ચંદ્રાના જણાવ્યા મુજબ, ઈંધણના ભાવવધારાની સૌથી વધુ અસર સામાન્ય મધ્યમ વર્ગ પર પડે છે. તેથી ગ્રાહકો કાર ખરીદવાનો પ્લાન કેન્સલ કરવાને બદલે પેટ્રોલ કાર છોડીને  EV અથવા CNG કાર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઓટો નિષ્ણાતોનું માનવું છે કે જો કાચા તેલની કિંમતો આવી જ રીતે ઊંચી રહેશે, તો ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ગ્રીન એનર્જી અને સસ્તી રનિંગ કોસ્ટ ધરાવતા વાહનોનું વર્ચસ્વ વધુ મજબૂત બનશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
    Click here to Read more
    Prev Article
    Sony ने लॉन्च की नई BRAVIA 7II Google टीवी सीरीज, शानदार डिस्प्ले और जबरदस्त साउन्ड से घर बनेगा अब सिनेमा हॉल, जानिए फीचर्स और कीमत
    Next Article
    क्यों बम की तरह फट रहे AC? ये 5 कारण जो आपके एयर कंडीशनर को बनाते हैं विस्फोटक

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment