Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    CBSE 10th Result 2026 : CBSEનું ધોરણ 10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

    1 month ago

    1

    0

    CBSE દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરના લાખો વિદ્યાર્થીઓ લાંબા સમયથી જેના માટે રાહ જોઈ રહ્યા હતા તે પરિણામ હવે સત્તાવાર રીતે જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા? આ વર્ષે કુલ 25,08,319 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા દેશભરના લગભગ 8,075 કેન્દ્રો પર સુચારૂ રીતે યોજાઈ હતી. CBSE દ્વારા પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી હતી, જેના કારણે પરિણામ પણ સમયસર જાહેર થઈ શક્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CBSEની સત્તાવાર વેબસાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકે છે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મતારીખ જેવી જરૂરી વિગતો દાખલ કરવી પડશે. CBSEએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા આ ઉપરાંત, ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પણ માર્કશીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે. આ વર્ષે પણ છોકરીઓએ છોકરાઓની તુલનામાં સારું પ્રદર્શન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓ પ્રમાણે વિગતવાર વિશ્લેષણ આગળ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ મહેનત અને લગનથી પરીક્ષા આપી છે, જેના પરિણામે સારા પરિણામો જોવા મળી રહ્યા છે. CBSEએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. હવે વિદ્યાર્થીઓ તેમના આગળના અભ્યાસ માટે યોગ્ય વિષય અને સ્ટ્રીમ પસંદ કરવા માટે માર્ગદર્શન લઈ રહ્યા છે.આ પણ વાંચો : Bangladeshથી સોપારીની દાણચોરીનો ભાંડો ફુટ્યો, ઈન્ડિયન કોસ્ટગાર્ડે 2 IFB જહાજ ઝડપ્યા
    Click here to Read more
    Prev Article
    પારૂલ યુનિવર્સિટીના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી
    Next Article
    CBSEએ ખાડી દેશોની શાળાઓ માટે ઓપન કર્યું સ્પેશિયલ પોર્ટલ, વિદ્યાર્થીઓને થશે ફાયદો

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment