લેન્ડિંગ સમયે મુસાફર પેનિંગ થયો, મુક્કા મારી ફ્લાઇટનો કાચ તોડ્યો:ક્રુ-મેમ્બર્સ સાથે ગેરવર્તન કર્યું, ચંદીગઢથી દિલ્હી જઈ રહેલા વિમાનમાં હોબાળો; CISF દ્વારા અટકાયત
3 hours ago
ચંદીગઢથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-1879)માં ગત રવિવારે એક પેસેન્જરે હવામાં હોબાળો શરૂ કરી દીધો. યાત્રીએ ફ્લાઈટની વિન્ડોનો કાચ પણ તોડી નાખ્યો. તેણે ફ્લાઈટ ક્રૂ સાથે ગેરવર્તન કર્યું. જોકે, ક્રૂ મેમ્બર્સે પેસેન્જરને સંભાળ્યો અને ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી. ત્યારબાદ યાત્રીને સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો. યાત્રીએ દિલ્હી એરપોર્ટ પર પણ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને પકડી લેવામાં આવ્યો. યાત્રીના પરિવારજનોનું કહેવું છે કે તે માનસિક રીતે બીમાર છે. ત્યારબાદ જ્યારે તેનું મેડિકલ કરાવવામાં આવ્યું ત્યારે પરિવારજનોની વાત સાચી નીકળી. ત્યારબાદ યાત્રીને 30 દિવસ માટે નો-ફ્લાય લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવ્યો. DDCAને તેનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે, જે તેનો પ્રતિબંધ 6 મહિના સુધી વધારી શકે છે. એરલાઇન્સના પ્રવક્તાએ આ માહિતી આપી એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું- ફ્લાઇટમાં એક મુસાફરના અનિયંત્રિત વર્તન પછી કોકપિટ ક્રૂએ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કર્યું. મુસાફરને પહેલા સખત ચેતવણી આપવામાં આવી અને દિલ્હી એરપોર્ટની સુરક્ષા ટીમને જાણ કરવામાં આવી. પ્રવક્તાએ કહ્યું- ઉડાન દરમિયાન મુસાફરો, ક્રૂ અને વિમાનની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. એરલાઇન મુસાફરો અને સ્ટાફની સુરક્ષા સાથે ચેડા કરનારાઓ સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવે છે. આ મામલાની જાણ ડાયરેક્ટર જનલર સિવિલ એવિએશન (DGCA) ને કરવામાં આવી છે. આખરે ફ્લાઇટમાં શું થયું હતું... મુસાફર એરપોર્ટ પરથી પણ ભાગવા લાગ્યો એરપોર્ટ અધિકારીઓ અનુસાર, આરોપી મુસાફર પટનાનો રહેવાસી છે. 8 જૂનની સવારે તેણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ CISFની QRTએ તેને ફરીથી પકડી લીધો. એરપોર્ટ પર મુસાફરના માતા-પિતા પણ હાજર હતા, જેઓ તેની સાથે મુસાફરી કરીને આવ્યા હતા. તેમણે જણાવ્યું કે યુવક માનસિક બીમારીથી પીડિત છે. તેમણે તેને પટના લઈ જવાની વિનંતી કરી. જોકે, તપાસ ચાલુ હોવાને કારણે એર ઇન્ડિયાએ તેને બીજી ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપી ન હતી. ત્યારબાદ મુસાફરનું મેડિકલ કરાવવામાં આવ્યું. તેના રિપોર્ટમાં અનફિટ જણાયા બાદ તેને પરિવારજનો સાથે જવાની મંજૂરી આપવામાં આવી. અંદર પ્લાસ્ટિકનો કાચ, બહાર કાચનો કાચ તોડવો મુશ્કેલ આ અંગે એવિએશન એક્સપર્ટ અશ્વિની ખન્નાનું કહેવું છે કે વિમાનની વિન્ડોમાં 2 કાચ હોય છે. બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. અંદરનો કાચ પ્લાસ્ટિકનો હોય છે. બહાર એક કાચનો કાચ હોય છે, જેને તોડવો ખૂબ મુશ્કેલ હોય છે. તેમણે કહ્યું- ફ્લાઇટ આકાશમાં હોય અને કોઈ મુસાફર આવી હરકત કરે તો તેને ક્રિમિનલ ઓફેન્સ માનવામાં આવે છે. જો મુસાફર દોષિત જણાય તો તમામ એરલાઇન્સ સાથે તે મુસાફરની વિગતો શેર કરવામાં આવે છે, એરલાઇન્સ તેની ટિકિટ જ બુક કરતી નથી. એટલે કે તેનું નામ નો ફ્લાય લિસ્ટમાં નાખી દેવામાં આવે છે. ॰॰॰॰॰॰॰ આ સમાચાર પણ વાંચો… ઇન્ડિગોની ચંદીગઢ- હૈદરાબાદ ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ:5 મુસાફરો ઘાયલ, બેગમાં રાખી હતી: તમામ 198 મુસાફરોને ઈમરજન્સી ગેટથી બહાર કઢાયા હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 108માં 1 મહિના પહેલાં પાવર બેંકમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 5 મુસાફરો ઘાયલ થયા હતા. પાવર બેંક એક મુસાફરની બેગમાં રાખેલું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પર ઊભી હતી. અકસ્માત બાદ ફ્લાઇટમાં ધુમાડો ભરાઈ ગયો, જેનાથી મુસાફરો ગભરાઈ ગયા. મુસાફરોને ઇમરજન્સી ગેટથી બહાર કાઢવામાં આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…
Click here to Read more
