Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Delhi : ઘરમાં ACના ઈનડોર યૂનિટમાં થયો બ્લાસ્ટ, પૂર્વ IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું થયું મોત

    2 weeks ago

    1

    0

    દિલ્હીના હૌઝ ખાસ વિસ્તારમાં 27 મેની રાત્રે એક ઘરમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં દેશના પ્રથમ CCIના પૂર્વ અધ્યક્ષ અને નિવૃત્ત IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 11:18 વાગ્યે હૌઝ ખાસ પોલીસ સ્ટેશનને PCR કોલ મળ્યો હતો કે R-15 નંબરના મકાનમાં આગ લાગી છે.પુત્રની પણ સારવાર ચાલી રહી છે માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સમયે ઘરમાં પરિવારના સભ્યો અને ઘરકામ કરતા કર્મચારીઓ સહિત કુલ પાંચ લોકો હાજર હતા. બે લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધનેન્દ્ર કુમારને AIIMS ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ધુમાડાના કારણે તેમની હાલત ગંભીર બની જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના પુત્રની પણ સારવાર ચાલી રહી છે અને હાલ તેમની સ્થિતિ જોખમ બહાર હોવાનું જણાવાયું છે. ધનેન્દ્ર કુમાર 1968 બેચના IAS અધિકારી હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ACની ઈન્ડોર યુનિટમાં થયેલા બ્લાસ્ટના કારણે લાગી હતી. ક્રાઈમ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે. હાલ સુધી કોઈ સડયંત્ર કે ગેરરીતિના સંકેતો મળ્યા નથી. ધનેન્દ્ર કુમાર 1968 બેચના IAS અધિકારી હતા અને પોતાના લાંબા કારકિર્દીમાં કેન્દ્ર તથા હરિયાણા સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી હતી. તેઓ ફેબ્રુઆરી 2009થી જૂન 2011 સુધી CCIના પ્રથમ ચેરમેન રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં સ્પર્ધા કાયદાના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. નિવૃત્તિ બાદ પણ તેઓ જાહેર નીતિ અને સ્પર્ધા કાયદા ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમના નિધનથી વહીવટી અને આર્થિક ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. આ પણ વાંચો : Delhiમાં ટ્રાફિકની નહીં થાય હવે સમસ્યા, કરોડોના ખર્ચે બનશે 6 એક્સપ્રેસ વે, ટનલ અને કોરિડોર
    Click here to Read more
    Prev Article
    High Blood Pressure: ब्लड प्रेशर ज्यादातर रहता है हाई? आज ही डाइट और रूटीन में करें ये बदलाव, वरना सेहत को हो सकता है नुकसान!
    Next Article
    Feminine Hygiene Tips: प्राइवेट पार्ट की सफाई कैसे करें? एक्सपर्ट ने बताया सही तरीका, नहीं होगा बार-बार इंफेक्शन

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment