Explainer: અમેરિકાને ‘નબળો પડતો દેશ’ ગણાવીને ‘થુસીડાઈડ્સ ટ્રેપ’માં નહીં આવવાની જિનપિંગની ચેતવણી, જાણો શું છે આ સ્થિતિ
4 weeks ago
Thucydides Trap: વૈશ્વિક રાજકારણની બે મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. હાલ બેજિંગમાં ચાલી રહેલી સમિટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની વાતચીતે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચર્ચા જગાડી છે. અમેરિકાના ભવિષ્ય અને તેની તાકાતને લઈને બંને નેતા વચ્ચે એક અનોખી વૈચારિક ટક્કર જોવા મળી રહી છે.અમેરિકા 'નબળું પડતું ‘રાષ્ટ્ર' કે 'વિશ્વનો સૌથી પ્રભાવશાળી દેશ'?ચીનની મુલાકાતે ગયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક લાંબી પોસ્ટ મૂકીને ચીનના પ્રમુખ જિનપિંગની એક ટિપ્પણીનો જવાબ આપ્યો છે.
Click here to Read more
