Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Gold Silver Price: સોનામાં ₹ 9000નો ઉછાળો, ચાંદી ₹ 3 લાખ પાર

    3 weeks ago

    1

    0

    Gold Silver Price Jumps After Import Duty Hike: સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જેનું કારણ છે આયાત જકાતમાં વધારો. કેન્દ્ર સરકારે 13 મે, 2026ના રોજ સોના ચાંદીની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. બુલિયનની કસ્ટમ ડ્યૂટીમાં 9 ટકાના વધારાથી હાજર બજારમાં સોના ચાંદીના ભાવમાં ₹ 10,000 સુધીનો ઉછાળો નોંધાયો છે. તો વાયદા બજારમાં સોનું 9000 રૂપિયા જેટલું વધ્યું છે અને ચાંદીના ભાવ 3 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. એકાએક ભાવ વધતા સામાન્ય વ્યક્તિ માટે સોના ચાંદીની ખરીદી હવે સ્વપ્ન બની ગઇ છે. ઉલ્લેખનિય છે કે, પ્રવર્તમાન આર્થિક અનિશ્ચતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી છે, જેથી દેશનું વિદેશી હૂંડિયામણ બચાવી શકાય છે. આ હેતુના ભાગરૂપે જ કેન્દ્ર સરકારે સોના ચાંદીની આયાત જકાત વધારી છે. આયાત જકાત વધવાની અસરથી દેશમાં સોના ચાંદીના આયાત પડતર ખર્ચ વધતા રિટેલ ભાવ વધશે, જે બંને કિંમતી ધાતુની માંગ ઘટાડવામાં મદદ કરી શકે છે એવું સરકારનું માનવું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો. સોનું ₹ 9000 ઉછળ્યું સોનાની આયાત જકાત વધતા એક જ દિવસમાં પીળી કિંમતી ધાતુના ભાવ 9000 રૂપિયા વધ્યા છે. આજે અમદાવાદ ઝવેરી બજારમાં 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો, જે ગઇકાલે 1,56,000 રૂપિયા હતા. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,56,200 રૂપિયાથી વધીને 1,64,500 રૂપિયા થયો છે. 22 કેરેટ હોલમાર્ક સોનાનો ભાવ 1,61,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઇકાલે 1,53,370 રૂપિયા હતો. છેલ્લા 10 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવ 12,500 રૂપિયા વધ્યા છે. ચાંદી ₹ 10,000 મોંઘી થઇ કસ્ટમ ડ્યૂટી વધવાથી સોના જેમ ચાંદીના ભાવ પણ ઉછળ્યા છે. આજે અમદાવાદ ઝવેરી બજારમાં 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 2,75,000 રૂપિયા થયો હતો, જે પાછલા દિવસે 2,65,000 રૂપિયા હતો. આમ એક જ દિવસમાં ચાંદીના ભાવ 10 હજાર રૂપિયા ઉછળ્યા છે. ચાંદીના દાગીનાનો ભાવ 10,000 રૂપિયા વધીને 2,74,500 રૂપિયા થયો છે.    Gold Silver Import Duty Hike : સોના ચાંદીની આયાત જકાત વધી છે. Photograph: (Canva)   હાજર કરતા વાયદા બજારમાં ચાંદીના ભાવ નોંધપાત્ર ઉછળ્યા છે. આજે એમસીએક્સ ચાંદી વાયદો 21,630 રૂપિયા ઉછળ્યો છે અને 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. આજે એમસીએક્સ ચાંદી વાયદો 3,04,177 રૂપિયા સુધી વધ્યો હતો. એમસીએક્સ ગોલ્ડ વાયદો 8986 રૂપિયા વધ્યો છે અને 10 ગ્રામનો ભાવ 1,62,500 રૂપિયા બોલાય છે. વાયદા બજારમાં સોનાના ભાવ 1,64,497 રૂપિયા સુધી વધ્યા હતા.  સોના ચાંદીના ભાવ વધવાના કારણ ભારત સરકાર દ્વારા સોના ચાંદીની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો મધ્ય એશિયામાં તણાવથી સેફ હેવન એસેટ્સ તરીકે સોનાની માંગમાં વધારો વૈશ્વિક આર્થિક અસ્થિરતતા વચ્ચે સુરક્ષિત રોકાણ સ્વરૂપે સોનાની માંગ વધવી શેરબજારમાં મંદીથી મૂડીપ્રવાહ બુલિયન તરફ ફંટાવવો
    Click here to Read more
    Prev Article
    ભારતમાં મોટોરોલાનો પ્રથમ ફોલ્ડેબલ ફોન લોન્ચ, ટ્રિપલ 50MP કેમેરા અને 7 વર્ષ સિક્યોરિટી અપડેટ
    Next Article
    ખેડૂતો માટે ખુશખબર! કેન્દ્ર સરકારે ડાંગર, મકાઈ અને સોયાબીન સહિત 14 પાકોના MSPમાં કર્યો મોટો વધારો

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment