કૈલાશ માનસરોવર યાત્રામાં ખાનગી ઓપરેટરોનું મોટું કૌભાંડ? GST વસૂલી બિલ ન આપતા હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારમાં લેખિત ફરિયાદ!
2 hours from now
હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. યાત્રાનું આયોજન કરતા ખાનગી ટૂર ઓપરેટરો સામે યાત્રાળુઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલવા છતાં ત્યાં અપાતી સુવિધાઓ અને આર્થિક વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની વિગતો બહાર આવતા યાત્રાળુઓએ આ અંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કડક તપાસની માગ કરી છે.નેપાળ પહોંચ્યા બાદ USD 1710 રોકડ વસૂલાતનો આક્ષેપકેન્દ્ર સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાંથી બુકિંગ કરાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ નેપાળ પહોંચે છે, ત્યારે ખાનગી ઓપરેટરો દ્વારા તેમની પાસેથી બળજબરીપૂર્વક મોટી રકમ વસૂલવામાં આવે છે. ઓપરેટરો દ્વારા પ્રતિ યાત્રાળુ 17120 અમેરિકન ડોલર રોકડા સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે નિયમોની વિરૂદ્ધ છે.GST લીધો પણ બિલ ગાયબ!નાણાકીય હેરાફેરીના આક્ષેપો લગાવતા પ્રવાસીઓએ જણાવ્યું છે કે, ટૂર ઓપરેટરો બુકિંગ સમયે યાત્રાળુઓ પાસેથી જીએસટી (GST) ની રકમ વસૂલ કરે છે, પરંતુ જ્યારે સત્તાવાર બિલ માંગવામાં આવે, ત્યારે પૂરતો જીએસટી વસૂલ્યા હોવા છતાં તેનું પાકું જીએસટી બિલ આપવામાં આવતું નથી. આ ઉપરાંત યાત્રા દરમિયાન રહેઠાણ અને ભોજનની વ્યવસ્થામાં પણ ભારે ગેરવહીવટ અને બેદરકારી જોવા મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.દેશની સર્વોચ્ચ એજન્સીઓ પાસે તપાસની માગઆ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડી રહી હોવાથી યાત્રાળુઓએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને પત્ર લખ્યો છે. જેમાં આ મામલે પ્રવાસન મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) જેવી સર્વોચ્ચ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. આ સાથે જ ભવિષ્યમાં ભોળા શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે પ્રવાસ ઓપરેટરો માટે એક કડક નિયમનકારી માળખું તૈયાર કરવા પણ અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો - વાંચો 14 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
Click here to Read more