વાજબી કિંમતમાં પ્રીમિયમ ફીચર વાળો Honor X7e ફોન લોન્ચ, 7500mAh બેટરી, RAM Expansion ટેકનોલોજી
3 days ago
Honor X7e Launch : ઓનર મોબાઇલ કંપનીએ નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Honor X7e લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે, જેઓ વધારે પૈસા ખર્ચ્યા વગર એક પાવરફુલ બેટરી, પાવરફુલ સોફ્ટવેર અને રોજિંદા કામકાજ માટે વપરાતા ફીચર્સ ડિવાઇસમાં ઇચ્છે છે. ઓનર એક્સ7ઇ ફોનમાં મોટી ડિસ્પ્લે, 7500mAh બેટરી, RAM Expansion ટેકનોલોજી જેવા ફીચર્સ મળે છે. Honor X7e સ્પેસિફિકેશન સ્પેસિફિકેશનની વાત કરીયે તો ઓનર X7e ફોનમાં 6.61 ઇંચની TFT LCD ડિસ્પ્લે છે, જે 1604 x 720 પિક્સલ HD+ રિઝોલ્યુશન ઓફર કરે છે. આ ફોન 120Hz સુધી રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે અને તેમા ડાયનામિક ડિમિંગ જેવા આઇ કમ્ફર્ટ ફીચર્સ આવે છે. ફોનને પાવર આપવા માટે તેમા MediaTek Helio G81 Ultra ચિપસેટ આપી છે. ઓનર X7e ફોનમાં 6GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળે છે. ઓનર RAM એક્સપેન્શન ટેકનોલોજી પણ ઓફર કરે છે, જેનાથી જરૂર પડે ત્યારે ડિવાઇસમાં એક્સ્ટ્રા વર્ચ્યુઅલ મેમેરી યુઝ કરી શકાય છે. Honor X7e કેમેરા ફોટોગ્રાફી માટે ઓનર X7e ફોનમાં 50 એમપીનો પ્રાયમરી કેમેરા મળે છે. સાથે જ ફોનમાં એક ઓક્સિલરી સેન્સર પણ આવે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરા છે. ફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે, જેમા માર્કેટ મુજબ 7000mAh કે 7500mAh બેટરી મળે છે. આ બેટરી 45W વાયર્ડ ફાસ્ટ સપોર્ટ પણ મળે છે. ઓનલ X7e ફોનમાં Android 16 આધારિત MagicOS 10.0 મળે છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્ક્રેનર, ફેસ અનલોક અને IP64 રેટિંગ જેવા ફીચર મળે છે. કનેક્ટિવિટી માટે આ મોબાઇલમાં Bluetooth 5.1, USB Type-C પોર્ટ, 3.5mm હેડફોન જેક મળે છે. આ પણ વાંચો | Xiaomi 17T સીરિઝના બે સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 200MP કેમેરા Honor X7e કિંમત ઓનર X7e ફોનની કિંમત મલેશિયામાં 6GB RAM અને 256GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત MYR 899 (લગભગ 22 હજાર રૂપિયા) છે. તેમા સનરાઇઝ ઓરેન્જ અને મીડનાઇડ બ્લેક જેવા કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
Click here to Read more


