IND vs AFG Score: પ્રથમ વન ડેમાં ભારતનો 7 વિકેટે વિજય, શ્રેણીમાં 1-0થી લીડ મેળવી
3 hours from now
India vs Afghanistan Cricket Scorecard : શુભમન ગિલના અણનમ 84 રનની મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. વરસાદના કારણે મેચ 25-25 ઓવરની કરવામાં આવી હતી. અફઘાનિસ્તાન 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 22.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી વન ડે 17 જૂને લખનઉમાં રમાશે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રસિદ્ધ કૃષ્ણા. અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, ઝીયાઉર રહેમાન.
Click here to Read more
