Indigo Airlines: લખનૌ-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટના 'BOMB' હોવાની ચર્ચાથી યાત્રિકોમાં ફફડાટ
3 hours from now
લખનૌથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં શુક્રવારે સવારે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ, જ્યારે વિમાન ટેક-ઓફ કરે તે પહેલાં જ તેના શૌચાલય (ટોઇલેટ) માંથી એક શંકાસ્પદ ટિશ્યુ પેપર મળી આવ્યું. આ ટિશ્યુ પેપર પર મોટા અક્ષરે 'બોમ્બ' (BOMB) લખેલું હતું. આ જોતાં જ ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફ્લાઇટને એપ્રન પર જ રોકી દેવામાં આવી હતી.૧૮૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાસુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને આશરે ૧૮૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને રવાના થનારી ઇન્ડિગોની આ ફ્લાઇટ (6E) ને રોકવામાં આવતા જ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ તેમજ સુરક્ષા કર્મચારીઓએ વિમાનના દરેક ખૂણાની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. સઘન સર્ચ ઓપરેશન બાદ વિમાનમાંથી કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી નહોતી, જેનાથી તંત્ર અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ તપાસ બાદ આ સમગ્ર ઘટનાને માત્ર એક 'હોક્સ' એટલે કે ફેક ન્યૂઝ (અફવા) જાહેર કરી છે. જો કે, આ કાયદાકીય અને સુરક્ષા પ્રક્રિયામાં સમય લાગવાને કારણે ફ્લાઇટે નિર્ધારિત સમય કરતાં મોડી ઉડાન ભરી હતી.ખરાબ હવામાનને કારણે ૩ ફ્લાઇટ્સ લખનૌ ડાયવર્ટ કરાઈઆ જ દરમિયાન દિલ્હીમાં પ્રતિકૂળ હવામાન અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે દિલ્હી જતી અન્ય ત્રણ ફ્લાઇટ્સને પણ લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર, બેંગકોકથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E1054 રાત્રે ૧૨:૧૮ વાગ્યે લખનૌ પહોંચી હતી અને સવારે ૭:૫૬ વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી.આ ઉપરાંત ગુવાહાટીથી દિલ્હી જતી ફ્લાઇટ 6E6317 રાત્રે ૧૨:૨૬ વાગ્યે અને નાગપુરથી દિલ્હી જતી ફ્લાઇટ 6E6573 રાત્રે ૧૨:૪૨ વાગ્યે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. હવામાન સામાન્ય થયા બાદ આ તમામ વિમાનોને નવી દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે લખનૌમાં રોકાણ દરમિયાન તમામ મુસાફરો અને પાયલોટ સહિતના સ્ટાફને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.આ પણ વાંચો: Indian Railways:દિલ્હી-લખનૌ શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર બે શખ્સની કરાઈ ધરપકડ
Click here to Read more
