Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Gig Workersને મળશે સામાજિક સુરક્ષા, ઓનલાઇન ડિલિવરી અને કેબ કંપનીઓને સરકારનું અલ્ટીમેટમ, રજિસ્ટ્રેશન ફરજિયાત

    4 hours from now

    1

    0

    ભારતમાં લાખો લોકોને ઘરે સુવિધા આપનાર ગિગ વર્કર્સ ઘણા સમયથી પોતાની સુરક્ષાને લઈને લડી રહ્યા છે. હાલમાં લાખો ગિગ કામદારોને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. એપ-આધારિત પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા લાખો ગિગ વર્કર્સને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી. સરકારે સ્વિગી, ઝોમેટો, ઉબેર, ઓલા, રેપિડો, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવી તમામ અગ્રણી કંપનીઓને ૨૧ જૂન સુધીમાં તેમના ગિગ કામદારોની ઇ-શ્રમ (e-Shram) પોર્ટલ પર નોંધણી કરાવવાનો અને એકીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે. આ સાથે જ લાખો  ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા મળશે.ગિગ વર્કર્સને લઈને શ્રમ મંત્રાલયનો કડક આદેશશ્રમ મંત્રાલયે ગયા મહિને 'કોડ ઓન સોશિયલ સિક્યુરિટી' (સામાજિક સુરક્ષા સંહિતા) હેઠળ નવા નિયમો સૂચિત કર્યા છે. આ નિયમો અનુસાર, એપ-આધારિત પ્લેટફોર્મ્સ પર કામ કરતા તમામ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સની નોંધણી ૪૫ દિવસની અંદર કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે. આ સરકારી પગલાથી ડિજિટલ ક્ષેત્રે કામ કરતા લાખો ડિલિવરી બોયઝ અને ડ્રાઇવર્સ માટે સામાજિક સુરક્ષાના દ્વાર ખુલશે.સરકારની પહેલીથી કામદારોને ફાયદોસરકારની આ પહેલનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રના આ મોટા વર્કફોર્સને એક કાનૂની માળખામાં લાવવાનો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો કામદારોને આ લાભો થશે. લાખો ગિગ વર્કસના કામને માન્યતા મળી હોય તેવું કહી શકાય.મોટો ડેટાબેઝ તૈયાર થશે: ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા શ્રમિકોનો એક સેન્ટ્રલ ડેટાબેઝ બનશે, જેના આધારે સરકાર આગામી સમયમાં તેમના માટે વિશેષ કલ્યાણકારી યોજનાઓ ઘડી શકશે.સામાજિક સુરક્ષાનો લાભ: આ નોંધણી બાદ ગિગ વર્કર્સને સરકારી સ્તરે આરોગ્ય વીમો, લાઇફ કવર (જીવન વીમો) અને પેન્શન યોજનાઓ જેવી સુવિધાઓ મળવાનો માર્ગ મોકળો થશે.યુનિક નેશનલ ID: નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં દરેક ગિગ કામદારને એક વિશિષ્ટ રાષ્ટ્રીય ઓળખકાર્ડ (National ID) જારી કરવામાં આવશે.પોર્ટેબિલિટી અને સમાનતા: આ આઈડીથી દેશના કોઈપણ ખૂણે કામદારો માટે લાભો મેળવવાની પોર્ટેબિલિટી સરળ બનશે અને હાલમાં અસંગઠિત ગણાતા આ સેક્ટરને એક ઔપચારિક (Formal) માન્યતા પ્રાપ્ત થશે.નિયમોનું પાલન ના થતા કરાશે દંડશ્રમ મંત્રાલયે તમામ એગ્રીગેટર કંપનીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેઓ ૨૧ જૂનની અંતિમ સમયમર્યાદા (Deadline) ચૂકશે, તો સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ તેમની સામે કડક દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જે વ્યક્તિ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ૯૦ દિવસ કોઈ એક જ એગ્રીગેટર કંપની સાથે કામ કરે છે. અથવા, જે વ્યક્તિ જુદા જુદા ડિજિટલ પ્લેટફોર્મ પર મળીને આખા વર્ષમાં કુલ ૧૨૦ દિવસ સેવાઓ આપે છે. હવેથી બધી કંપનીઓએ સેન્ટ્રલ પોર્ટલ પર રોજિંદા (Daily) અથવા રીઅલ-ટાઇમ ધોરણે કયા નવા કામદારો જોડાયા છે અને કોણે કામ છોડ્યું છે તેની સચોટ માહિતી આપવાની રહેશે.
    Click here to Read more
    Prev Article
    बिना रिचार्ज किए मुफ्त में कर सकेंगे फोन कॉल, Infinix Smart 20 की सेल हुई शुरू, यहां मिल रहा है बंपर ऑफर
    Next Article
    પશ્ચિમ બંગાળ: સરકારી ઈમારતમાં આગ લાગવાથી 4,000 EVM બળીને ખાખ, મંત્રીને ષડયંત્રની આશંકા

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment