Myanmar:આ દેશમાં સેનિટરી પેડ પર મુકાયો પ્રતિબંધ, સરકારના તર્ક સાંભળી માથું પકડી લેશો!
3 hours from now
વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં સરકારે મહિલાઓ માટેની સૌથી અનિવાર્ય અને મૂળભૂત જરૂરિયાત ગણાતા સેનિટરી પેડ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ પાછળ સરકારે જે તર્ક આપ્યો છે તે સાંભળીને તબીબી નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ચોંકાવનારી ઘટના દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ મ્યાનમારમાં સામે આવી છે.શું છે પ્રતિબંધ પાછળનું વિચિત્ર કારણ?'દ ગાર્ડિયન'ના અહેવાલ મુજબ, વર્ષ 2021થી મ્યાનમારમાં સૈન્ય શાસન (તખ્તાપલટો) ચાલી રહ્યું છે અને દેશ ગૃહયુદ્ધની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મહિલા અધિકાર કાર્યકર્તાઓનો આરોપ છે કે મ્યાનમારની સૈન્ય સરકારે દેશના કેટલાક સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સેનિટરી પેડના સપ્લાય પર રોક લગાવી દીધી છે. સરકારનો દાવો છે કે વિદ્રોહી સંગઠનો અને પીપુલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) ના લડવૈયાઓ આ સેનિટરી પેડનો ઉપયોગ યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સારવાર, લોહી રોકવા અને બૂટની અંદર કુશનિંગ તરીકે કરી શકે છે.તબીબી નિષ્ણાતોએ તર્કને ગણાવ્યો બેતુકોજો કે, હેલ્થ એક્સપર્ટ્સ અને મેડિકલ સંસ્થાઓએ સરકારના આ દાવાને સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો ગણાવ્યો છે. નિષ્ણાતોના મતે, સેનિટરી પેડ ગોળી વાગવાથી થયેલા ઊંડા ઘાવ કે યુદ્ધભૂમિ પર વહેતા અતિશય લોહીને રોકવા માટે સક્ષમ હોતા નથી. તે ઘા પર બરાબર ટકી પણ શકતા નથી, તેથી તેને ફર્સ્ટ એઇડ તરીકે વાપરવાનો તર્ક તબીબી દ્રષ્ટિએ બિલકુલ ખોટો છે.મહિલાઓના સ્વાસ્થ્ય સામે મોટું જોખમસરકારના આ નિર્ણયથી લાખો મહિલાઓ અને કિશોરીઓની મુશ્કેલીઓ અતિશય વધી ગઈ છે. સેનિટરી પેડ ન મળવાને કારણે મહિલાઓ હવે જૂના કપડાં, ઝાડના પાંદડાં અને અખબારના કાગળોનો ઉપયોગ કરવા મજબૂર બની છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ અસ્વચ્છ પદ્ધતિઓને કારણે મહિલાઓમાં યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) અને પ્રજનન તંત્રને લગતી ગંભીર બીમારીઓનું જોખમ ખૂબ વધી ગયું છે.કિંમતો આસમાન આંબી ગઈબીજી તરફ, જે વિસ્તારોમાં સેનિટરી પેડ ઉપલબ્ધ છે, ત્યાં તેની કિંમતોમાં ત્રણ ગણો વધારો થયો છે. એક પેકેટની કિંમત 3,000 ક્યાતથી વધીને 9,000 ક્યાત થઈ ગઈ છે, જે મ્યાનમારમાં એક દિવસના લઘુત્તમ વેતન કરતાં પણ વધુ છે. ગરીબ પરિવારો માટે આ ખરીદવું હવે અશક્ય બન્યું છે. મહિલા સંગઠનોએ આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી પહોંચાડ્યો છે અને તેને માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.આ પણ વાંચો: Indigo Airlines: લખનૌ-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટના 'BOMB' હોવાની ચર્ચાથી યાત્રિકોમાં ફફડાટ
Click here to Read more