Honda નું બાઇક જેવી ડિઝાઇન વાળું સ્કૂટર લોન્ચ, 125cc એન્જિન અને 47KM માઇલેજ
4 hours from now
Honda Hooride 125 ADV Scooter Launch: હોન્ડા કંપનીએ નવું HooRide 125 Scooter લોન્ચ કર્યું છે. આ સ્કૂટરમાં PCX 125 વાળું 125cc લિક્વિડ કૂલ્ડ eSP+ એન્જિન આવે છે. તેની ડિઝાઇન આફ્રિકન ટ્વિન બાઇકથી પ્રેરિત એડવેન્ચર સ્ટાઇલ જેવી છે. આ સ્કૂટર 47.17kmpl સુધી માઇલેજ આપે છે. આ સ્કૂટરનો ફ્રન્ટ લૂક એડવેન્ચર મોટરસાઇકલ જેવો દેખાય છે. આ સ્કૂટર વુયાંસ હોન્ડા, જાપાનની હોન્ડા મોટર અને ચીનની ગ્વાંગઝૂ ઓટોમોબોઇલ ગ્રૂપે ભાગીદારીમાં તૈયાર કર્યો છે. હોન્ડા HooRide 125 સ્કૂટર ડિઝાઇન ડિઝાઇનના મામલે હોન્ડા HooRide 125નો લુક આફ્રિકા ટ્વિન કે મિનિ ADV 160 થી પ્રેરિત છે. તેમા ટ્વિન પોડ હેડલાઇટ્સ, C શેપ્ડ LED DRL અને એક હાઇ સ્મોક્ડ વિન્ડસ્ક્રીન આપી છે. આવી જ લાઇડ ડિઝાઇન તેની પાછળની ટેલ લાઇટ્સ પણ આપી છે. આ સ્કૂટરના ફ્રન્ટ પાર્ટ્સની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે જે એક એડવેન્ચર મોટરસાઇકલ કે સ્કૂટરનો લૂક આપે છે. તે એક સ્ટેપ થ્રૂ સ્કૂટર છે અને તેમા ઉપયોગી ચીજો રાખવા માટે એક ફ્લેટ ફ્લોરબોર્ડ આપ્યું છે. ઉપરાંત તેમા પાછળની બાજુ બેસવા માટે એક ઉપસેલી સ્ટેપ સીટ સાથે સિંગ પીસ સીટ મળે છે. ફ્યૂઅલ ટેન્ક અને એડવાન્સ ફીચર્સ આ સ્કૂટરમાં ફ્યૂઅલ ફિલર આગળની તરફ આપ્યું છે અને 8.2 લીટરની ફ્યૂઅલ ટેન્ક ફ્લોરબોર્ડમાં ફિટર છે, જેનાથી સીટની નીચે ઘણી સ્પેસ મળે છે. ફીચર્સની વાત કરીયે તો હોન્ડા HooRide 125 ADV સ્કૂટરના બંને મોડલમાં કીલેસ ગો સ્ટાન્ડર્ડ મળે છે. ઉપરાંત TPMS, 5 ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટાઇપ A અને ટાઇપ C UAC પોર્ટ જેવા ઘણા ફીચર્સ મળે છે. હોન્ડા HooRide 125 એન્જિન અને પાવર હોન્ડા HooRide 125 ADV સ્કૂટરમાં PCX 125 વાળું જ 124.7cc, સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ, 4 વાલ્વ એન્જિન આપ્યા છે, જે 11.2PS પાવર અને 11.7nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર 1 લીટરમાં 47.17 માઇલેજ આપતું હોવાનો કંપનીએ દાવો કર્યો છે. હોન્ડા HooRide 125 કિંમત હોન્ડા HooRide 125 ADV સ્કૂટર હાલ માત્ર ચીનમાં રજૂ કરવામાં આવ્યું છે. ચીનમાં હોન્ડા HooRide 125 ADV સ્કૂટરની કિંમત CNY 12980 થી CNY 14680 સુધી છે. એટલે કે ભારતીય ચલણમાં સ્કૂટરની કિંમત ₹ 1.82 લાખ થી ₹ 2.07 લાખ સુધી પહોંચે છે.
Click here to Read more

