IPL 2026, CSK vs SRH : આઈપીએલ 2026, સીએસકેને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં ક્વોલિફાય
3 weeks ago
IPL 2026 Chennai Super Kings vs Sunrisers Hyderabad, CSK vs SRH Score: પેટ કમિન્સની શાનદાર બોલિંગ (3 વિકેટ) બાદ ઇશાન કિશનની અડધી સદીની (70) મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. હૈદરાબાદ જીત સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થઇ ગયું છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પણ ક્વોલિફાય થઇ ગયું છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, કાર્તિક શર્મા, શિવમ દુબે, પ્રશાંત વીર, અકેલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન. સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, પ્રફુલ હીંગે.
Click here to Read more
