Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    itel એ ફક્ત 1799 રુપિયામાં લોન્ચ કર્યો ફિચર ફોન, 30 મિનિટ સુધી પાણીમાં રહેશે તો પણ ખરાબ થશે નહીં

    5 days ago

    2

    0

    itel Waterproof Feature Phone Launched : ભારતીય બજારમાં ફીચર ફોનની માંગ હજુ પણ ખતમ થઇ નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં. અહીંના લોકોને મજબૂત અને લાંબા સમય સુધી ચાલતા મોબાઇલ ફોન જોઈએ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને itel એ ભારતમાં પોતાનો નવો ફીચર ફોન, Aqua લોન્ચ કર્યો છે.  કંપનીનો દાવો છે કે તે ભારતનો પહેલો અને એકમાત્ર IP67 રેટિંગ વાળો ફીચર ફોન છે. આનો અર્થ એ છે કે આ ફોન 30 મિનિટ સુધી પાણીમાં રહેવા છતા પણ ખરાબ થશે નહીં. જો ફોન ભૂલથી પાણીમાં પડી જાય અથવા કાદવ અને ધૂળવાળા વાતાવરણમાં ઉપયોગમાં લેવાય તો પણ નુકસાન થવાની શક્યતા ખૂબ ઓછી છે. itel Aqua માત્ર મજબૂતીના મામલામાં જ ખાસ નથી, પરંતુ તેમાં AI નોઈઝ કેન્સલેશન જેવી ટેકનોલોજી છે. આ ફિચર કોલ દરમિયાન આસપાસના અવાજને ઓછો કરીને અવાજને વધુ સ્પષ્ટ બનાવે છે. આ સિવાય ફોનમાં ટાઇપ-C ચાર્જિંગ, 1200mAh બેટરી, વાયરલેસ FM રેડિયો અને 32GB સુધી સ્ટોરેજ વધારવાની ક્ષમતા મળે છે. નવા ફીચર ફોનની કિંમત અને ફિચર્સ વિશે જાણીએ. itel એક્વાની ફોનની ખાસ બાબતો આ ફોનની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેનું IP67 રેટિંગ છે. આ રેટિંગ સામાન્ય રીતે મોંઘા સ્માર્ટફોન પર જોવા મળે છે, પરંતુ આઇટેલે તેને ફીચર ફોન પર ઉપલબ્ધ કરાવ્યું છે. IP67 રેટિંગનો અર્થ એ છે કે આ ફોન ધૂળ અને પાણીથી ઘણા હદ સુધી સુરક્ષિત રહે છે. કંપનીના જણાવ્યા અનુસાર ફોન 30 મિનિટ સુધી પાણીમાં રહ્યા પછી પણ કામ કરી શકે છે. જેથી વરસાદ, ખેતરો અને ફેક્ટરીઓમાં કામ કરતા લોકો માટે તે અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે.  આઇટેલ સર્વે અનુસાર લગભગ 42 ટકા ફીચર ફોન યુઝર્સ પાણીથી ખરાબ થવાને કારણે તેમના ફોન બદલી નાખે છે. આ સમસ્યાને ઉકેલવા માટે કંપનીએ એક્વાને વધુ મજબૂત બનાવ્યો છે. itel એક્વામાં AI એન્વાયર્નમેન્ટલ નોઇઝ કેન્સલેશન છે, જે કોલ દરમિયાન આસપાસના અવાજને ઘટાડે છે. ભલે તમે બજારમાં, ફેક્ટરીમાં, બાંધકામ સ્થળે અથવા ટ્રાફિકવાળા વિસ્તારમાં હોવ, તમારો અવાજ સ્પષ્ટ રીતે સામે વાળી વ્યક્તિ સુધી પહોંચે છે. આ વાતચીતના અનુભવને નોંધપાત્ર રીતે સુધારે છે. ફોન 1200mAh બેટરી આપવામાં આવી છે. ફીચર ફોન માટે આ ઘણી મોટી માનવામાં આવે છે. ફોનની બેટરી ઘણા દિવસો સુધી ચાલી શકે છે. itel એક્વામાં Type-C ચાર્જિંગ પોર્ટ છે. સ્પ્લિટ એસીનું કોમ્પ્રેસર ક્યાં લગાવવું જોઈએ? ખોટી જગ્યાએ હશે તો આવી સમસ્યાઓ થશે ફોનમાં 2.4-ઇંચની મોટી સ્ક્રીન છે, જે કોલિંગ, મેસેજિંગ અને મેન્યૂ ઉપયોગને સરળ બનાવે છે. itel Aqua માં કિંગ વોઇસ નામની એક ખાસ સુવિધા પણ છે. આ સુવિધા ફોનના મેન્યૂ, કોલ જાણકારી અને મહત્વપૂર્ણ સૂચનાઓને અવાજ દ્વારા બતાવે છે. ફોનમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, વાયરલેસ FM રેડિયો, FM રેકોર્ડિંગ, 60 કોલ લોગ સ્ટોરેજ અને 32GB સુધી મેમરી કાર્ડ સપોર્ટ પણ મળે છે. itel Aqua 10 પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે. itel Aqua ફોનની કિંમત itel એ એક્વા ફીચર ફોન દેશભરમાં રિટેલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત ફક્ત 1,799 રુપિયા છે. આઇટેલ એક્વા ફોન વાદળી, લાલ અને કાળા જેવા સ્ટાઇલિશ રંગોમાં ઉપલબ્ધ છે.  
    Click here to Read more
    Prev Article
    केरल में अब पूर्व CM पिनराई विजयन के ड्राइवर के साथ मारपीट, पुलिसकर्मियों पर केस दर्ज
    Next Article
    Picnic Spot: हैदराबाद वालों को मिल गया नया वीकेंड स्पॉट, जहां इतिहास और प्रकृति साथ-साथ नजर आते हैं

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment