Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Johnny Walker: ચાલતી બસે કિસ્મત બદલાઇ ગઇ, પછી લોકો એમના દિવાના બની ગયા...

    3 weeks ago

    1

    0

    Johnny Walker Bollywood Biggest Comedian : જોની વોકરે કેટલાય વર્ષો સુધી લોકોને કોમેડી દ્વારા મનોરંજન પુરુ પાડ્યું. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મોમાં આવ્યા પહેલા જોની વોકર મુંબઈની બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા હતા. ગુરુ દત્ત એક દિવસ એમની બસમાં મુસાફરી કરવા આવ્યા અને જોની વોકરની કિસ્મત બદલાઇ ગઇ.  જોની વોકરનું અસલી નામ બદરુદીદન જમાલુદ્દીન કાઝી હતું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નાની ઉંમરે નોકરી કરવાનું શરુ કર્યું હતું. તે મુંબઈની બ્રૃહદ મુંબઈ બસ સેવા (BEST) માં કંડક્ટર બન્યા. મુસાફરો સાથે મજાકિયા અંદાજમાં વાત કરતા અને લોકોને હસાવવા એમની આદત હતી. એમનો આ શોખ આગળ જતાં એમની ઓળખ બન્યો.  કહેવાય છે કે, અભિનેતા અને ફિલ્મમેકર ગુરુ દત્ત એક દિવસ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ બસમાં જોની વોકર કંડક્ટર હતા. મુસાફરો સાથેના એમના મજાકિયા અંદાજ અને મસ્તી જોઇ ગુરુ દત્ત પ્રભાવિત થયા અને એમણે જોની વોકરને સ્ક્રિન ટેસ્ટ માટે બોલાવ્યા. અહીં એમણે દારુડિયાની એક્ટિંગ એટલી સરસ કરી કે ગુરુ દત્તે એમને શરાબની પ્રખ્યાત બ્રાન્ડ જોની વોકરનું નામ આપી દીધું. અહીં ખાસ વાત એ છે કે, જોની વોકરે વાસ્તવિક જીવનમાં ક્યારેય દારુને હાથ પણ લગાડ્યો ન હતો.  View this post on Instagram જોની વોકર - ફિલ્મોમાં કોમેડીનો નવો ચહેરો 1950 અને 60ના દશકમાં જોની વોકર દરેક મોટા બેનરના પસંદીદા કોમેડિયન બન્યા. એમનો રોલ ફિલ્મને ચાર ચાંદ લગાવી દેતો હતો. તેમણે CID, પ્યાસા, નયા દૌર, મધુમતી, મિસ્ટર એન્ડ મિસિસ 55 જેવી અનેક ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા.  હિરો કરતાં પણ વધું ફી મળતી એ વખતે જોની વાકર એટલા પ્રખ્યાત થયા કે હિરો કરતાં પણ વધુ ફી મળતી હતી. નિર્માતા એમના રોલથી ફિલ્મમાં કોમેડી ઉમેરવા ઇચ્છતા અને બોક્સ ઓફિસ પર ફિલ્મને હિટ કરાવતા. ઘણી વખત દર્શકો ફિલ્મના હિરો કરતાં જોની વોકરના રોલને જોવા જ થિયેટર આવતા.  જોની વોકર આજે પણ યાદગાર જોની વોકર એ હિન્દી સિનેમામાં કોમેડીનો નવો આયામ બનાવ્યો. એમનો અંદાજ આજે પણ લોકો ભૂલી નથી શકતા. નવા કોમેડિયન પણ એમને પોતાની પ્રેરણા માને છે.  જોની વોકરને જન્મ 11 નવેમ્બર 1924 માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. 25 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. ફિલ્મી કરિયરની શરુઆત 1951માં  ગુરુદત્તની ફિલ્મ બાજી સાથે કરી હતી. એમની ફિલ્મી સફર 5 દશક સુધી એટલે કે 50 વર્ષો સુધી રહી.  જોની વોકર પોતાના સિદ્ધાંત માટે જાણીતા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોંઘા અને વ્યસ્ત કોમેડિયન બનવા છતાં રવિવારે કામ નહીં કરવાનો એમનો નિયમ એમણે છેક સુધી જાળવી રાખ્યો હતો. તેઓ કહેતા કે રવિવાર એ પરિવાર માટેનો દિવસ છે તો એ દિવસે કોઇ કામ નહીં.  આ પણ વાંચો | માધુરી દીક્ષિત 90ના દાયકાની બોક્સ ઓફિસ ક્વીન, એક દો તીન ગીતથી કિસ્મત ચમકી જોની વોકર બસ સ્ટોપ જોની વોકરનો મુંબઈના બાંન્દ્રા વિસ્તારમાં ઘણા જાણીતા હતા. અહીં એમનો નૂર વિલા નામનો બંગલો ઘણો મશહૂર હતો. એમની લોકપ્રિયતા એટલી હતી કે એમની પુત્રી જ્યારે કોલેજથી ઘરે આવતી તો આ સ્ટેશનને કંડક્ટર જોની વોકર સ્ટેન્ડ અવાજ લગાવતો કારણ કે એમનું ઘર બસ સ્ટોપની સામે જ હતું.
    Click here to Read more
    Prev Article
    IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર, હવે CSK અને રાજસ્થાનની વધી શકે છે મુશ્કેલી
    Next Article
    Madhuri Dixit Birthday: માધુરી દીક્ષિત 90ના દાયકાની બોક્સ ઓફિસ ક્વીન, એક દો તીન ગીતથી કિસ્મત ચમકી

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment