Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Katrina Kaifએ શેર કરી પતિ વિકી કૌશલના બર્થડેની ઝલક, દીકરો વિહાન પણ આવ્યો નજરે

    3 weeks ago

    1

    0

    એક્ટર વિકી કૌશલે 16 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેણે આ બર્થડે પોતાની પત્ની કેટરીના કૈફ અને પુત્ર વિહાન સાથે એન્જોય કર્યો હતો. હવે કેટરીનાએ આ બર્થડે સેલિબ્રેશનની ઝલક ફેન્સને બતાવી છે. ફોટામાં કેટરીના અને વિકી સિવાય તેમના નાના પુત્ર વિહાનની ઝલક પણ જોવા મળી હતી. કેટરીના કૈફે કરી આ પોસ્ટ આ સાથે કેટરીનાએ વિકી માટે એક લાંબી પોસ્ટ પણ લખી છે. કેટરીના કૈફે પોસ્ટ કરીને લખ્યું, હેપ્પી બર્થડે. બે વર્ષ પહેલા આપણે આ જ જગ્યાએ હતા અને હવે બધું કેટલું બદલાઈ ગયું છે. પ્રાર્થના, ધીરજ અને વિશ્વાસ. ઘણી ખુશીઓ અને આપણા પુત્ર સાથે આજે આપણે તમારો બર્થડે સેલિબ્રેટ કર્યો. હું ખૂબ જ આભારી છું. કેટરીનાએ આગળ લખ્યું, 99 ટકા સમય (કદાચ 98 ટકા) ધીરજ સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે મારી શક્તિ, પ્રેમ અને પ્રકાશ રહ્યા છો. હું તમને માત્ર એટલા માટે પ્રેમ નથી કરતી કે તમે કોણ છો (એક સારા માણસ અને આટલી ઈમાનદારી જે આજના સમયમાં મળવી મુશ્કેલ છે), પરંતુ એટલા માટે કે તમે મારા એ અસંખ્ય સવાલોના જવાબ આપો છો જે હું પૂછું છું અને કદાચ તમને પણ તેના જવાબ ખબર ન હોય. (હા, તમે માયથોલોજી, એઆઈ, વોટરપ્રૂફિંગ, મેકઅપ, હેલ્થ, બિઝનેસ બધામાં એક્સપર્ટ છો.) તમારા બર્થડે પર મારે એટલું જ કહેવું છે કે તમારા જાગવા અને મારા સવાલોનો સિલસિલો શરૂ થવા વચ્ચે બ્લેક કોફી પીવા માટે તમને થોડી પળો વધુ મળી જાય.તસવીરોમાં કેટરીના ક્રીમ કલરના શર્ટમાં જોવા મળી હતી. તેણે નો મેકઅપ લુક રાખ્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તો વિકી ડેનિમ જેકેટમાં જોવા મળ્યો હતો. વિકીના બર્થડે કેક પર લખ્યું હતું- હેપ્પી બર્થડે પાપા. સેલેબ્સે આપ્યું રિએક્શન કેટરીનાની આ પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ રિએક્શન આપી રહ્યા છે. એક્ટ્રેસ કરીના કપૂરે લખ્યું- તમારા બંને કેટ અને વિકી માટે ખૂબ જ ખુશ છું. તો પ્રિયંકાએ લખ્યું- હેપ્પી બર્થડે વિકી. ડાર્લિંગ કેટ, તમારા માટે ખૂબ જ ખુશ છું. અનન્યા પાંડેએ લખ્યું- બેસ્ટ. જ્યારે સોનાક્ષી સિંહાએ લખ્યું- ખૂબ જ સ્વીટ. તમને બંનેને ઘણી બધી ખુશીઓ મળે. આ પણ વાંચો- Virat Kohliએ પત્ની અનુષ્કા શર્મા માટે છોડ્યું નોન-વેજ, કહ્યું– તેણે મને એક સારો માણસ...!
    Click here to Read more
    Prev Article
    Shekhar on how Atal stopped his motorcade to praise him
    Next Article
    DC vs RR: इस बार वैभव सूर्यवंशी की बारी है… काइल जैमीसन के एक ओवर में 5 छक्के लगाने का हुआ शंखनाद

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment