Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    South Superstar : વીંટી અને ગળામાં પેન્ડન્ટ...શું ત્રિશા કૃષ્ણને છાનામાના કરી લીધી સગાઈ?

    3 hours from now

    1

    0

    સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સુધી પોતાની એક્ટિંગથી તેમણે એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ, તેમનું નામ ત્રિશા કૃષ્ણન છે. ત્રિશા આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ખૂબ જ ચર્ચામાં રહી છે.શું ત્રિશા કૃષ્ણનને કરી લીધી સિક્રેટ સગાઈ? આ અભિનેત્રીનું નામ સાઉથ સિનેમાના સુપરસ્ટારમાંથી મુખ્યમંત્રી (CM) બનેલા થલપતિ વિજય સાથે જોડવામાં આવી રહ્યું હતું. બંનેના લગ્નના સમાચારે પણ ભારે ચર્ચા જગાવી હતી. પરંતુ હવે આ અભિનેત્રી પોતાની સગાઈને લઈને ભારે ચર્ચામાં આવી ગઈ છે. એવી અફવાઓ છે કે એક્ટ્રેસે સિક્રેટ સગાઈ કરી લીધી છે. ત્રિશા કૃષ્ણનનો એક લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વાસ્તવમાં, તેનો એક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, સાઉથના મીડિયામાં પણ એક્ટ્રેસની સિક્રેટ સગાઈને લઈને અવનવી ચર્ચાઓ ચાલી રહી છે.વાયરલ ફોટોએ વધારી ઉત્સુકતાવાસ્તવમાં, સોશિયલ મીડિયા પર આજકાલ ત્રિશા કૃષ્ણનની તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેણે હાથમાં વીંટી અને ગળામાં પેન્ડન્ટ પહેરેલું છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ ચર્ચા તેજ થઈ ગઈ છે કે એક્ટ્રેસે ગુપચુપ સગાઈ કરી લીધી છે. પરંતુ હવે પ્રશંસકો એ શોધી રહ્યા છે કે જો તેની સગાઈ થઈ છે, તો કોની સાથે થઈ છે? તો વળી કેટલાક લોકો તેનું નામ થલપતિ વિજય સાથે જ જોડતા જોવા મળી રહ્યા છે. જો કે, અત્યાર સુધી એક્ટ્રેસ તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આવી નથી. ==થલપતિ વિજય સાથે રહી ત્રિશા કૃષ્ણનના અફેરની ચર્ચાત્રિશા કૃષ્ણન છેલ્લા કેટલાક સમયથી થલપતિ વિજય સાથે અફેરના સમાચારોને લઈને ભારે ચર્ચામાં રહી છે. એટલું જ નહીં, તમિલનાડુની ચૂંટણીઓ વચ્ચે એક્ટ્રેસને એક્ટર વિજય અને તેના પરિવાર સાથે જોવામાં આવી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણી વાતો પણ થઈ હતી. લોકોએ તો બંનેના સંબંધોને કન્ફર્મ માની લીધા હતા. જો કે, ત્રિશા અને વિજયે આ સંબંધ પર ખુલીને હજી સુધી કંઈ કહ્યું નથી. બંનેએ આ સંબંધને હંમેશા માત્ર મિત્રતાનો સંબંધ જ ગણાવ્યો છે.આ પણ વાંચો-Mouni Roy ; 'હું ગે છું...', મૌની રોયે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, પોતાની સેક્સ્યુઆલિટી પર તોડ્યું મૌન!
    Click here to Read more
    Prev Article
    Oman Sea Rescue Operation: ઓમાનના દરિયામાં ડૂબી બોટ, 14 ભારતીય હતા સવાર,
    Next Article
    Lauki Dalcha Recipe: દૂધીના સાદા શાકમાં હૈદરાબાદી તડકો, ઘરે બનાવો દાલચા રેસીપી

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment