Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Kitchen Hacks: એલ્યુમિનિયમના વાસણ કાળા અને ચીકણા છે? આ 4 રીતે સાફ કરવાથી વાસણની ચમક પાછી આવશે

    2 weeks ago

    1

    0

    Aluminium Utensils Cleaning Tips : રસોડામાં લોખંડ, સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ સામાન્ય છે. મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમની કડાઇ, તપેલી કૂકર જેવા ઘણા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે હળવા, ટકાઉ અને ઝડપથી ગરમ થાય છે. પરંતુ સમય જતાં, આ વાસણો પર કાળાશ અને પાણીના ડાઘનું એક સ્તર જમા થવા લાગે છે, જેના કારણે તેમની ચમક ઝાંખી થઈ જાય છે. સતત ઉપયોગ અને યોગ્ય રીતે સાફ ન થવાને કારણે એલ્યુમિનિયમના વાસણો ઝડપથી જુના અને ગંદા દેખાવા લાગે છે. જો તમારા ઘરમાં એલ્યુમિનિયમના વાસણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તો પછી તેની ખોવાયેલી ચમક પાછી લાવવામાં અમુક ઘરેલુ ટીપ્સ મદદરૂપ થાય છે. રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને એલ્યુમિનિયમના વાસણો સાફ કરી શકાય છે. બેકિંગ સોડા વાનગીઓ પર જમા થયેલી ચીકાશ અને ગંદકી સાફ કરવા માટે બેકિંગ સોડા એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવી, પછી તેને વાસણ પર લગાવી હળવા હાથે ઘસો. સફેદ સરકો એલ્યુમિનિયમના વાસણોની ચમક પાછી લાવવા માટે તમે સફેદ સરકોનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા ગંદા વાસણોને ગરમ પાણીથી ભરો અને તેમાં થોડો સરકો ઉમેરો. પછી તેને એક કલાક માટે આ રીતે છોડી દો. હવે ડિટરજન્ટ અને પાણીની મદદથી વાસણને સાફ કરો. જો વાસણ બહુ કાળુ બળેલું હોય, તો તમે તેને સાફ કરવા માટે સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો. ડિટર્જન્ટ અને લીંબુ સોલ્યુશન એલ્યુમિનિયમના વાસણો સમય જતાં તેમની ચમક ગુમાવે છે. આવા કિસ્સામાં, તમે ડાઘથી છુટકારો મેળવવા માટે પાણી, ડિટર્જન્ટ, લીંબુ અને મીઠુંનો ઉપયોગ કરી શકો છો. ગંદા વાસણોને ગરમ પાણીમાં પલાળી રાખો. હવે તેમાં ડિટર્જન્ટ, લીંબુ અને મીઠું મિશ્રણ મેળવી થોડા સમય માટે આ રીતે રહેવા દો. બ્રશની મદદથી વાસણો સાફ કરો. આ હઠીલા ચીકાશ અને કાળાશને દૂર કરશે. આ પણ વાંચો | ઉનાળામાં શાકભાજી ઝડપથી બગડી જાય છે? લાંબા સમય સુધી તાજી રાખવા આ રીત ફ્રિજમાં સ્ટોર કરો ગરમ પાણી અને મીઠું જો એલ્યુમિનિયમના વાસણ અંદરથી બળી જાય તો સૌ પ્રથમ તે વાસણમાં પાણી ભરીને ગરમ કરો. તેમાં એક ચમચી મીઠું ઉમેરો અને તેને થોડા સમય માટે ઉકળવા દો. જ્યારે પાણી ઠંડું થાય ત્યારે તેને કાઢી નાખો અને વાસણને સાફ કરો. તે વાસણના બળેલા કાળા ડાઘને સરળતાથી સાફ કરશે.
    Click here to Read more
    Prev Article
    आपके घर की रिकॉर्डिंग कर रहा था ऑनलाइन सफाई ऐप, खुलासे के बाद मचा हंगामा
    Next Article
    58નો અક્ષય 26 વર્ષ નાની ભોજપુરી સુંદરી સાથે થયો નોટી:5 ફ્લોપ ફિલ્મ બાદ અશ્લીલ લિરિક્સવાળા ગીત પર લગાવ્યા 'હીટ' ઠુમકા; 'ઘીસ ઘીસ' સોન્ગ પર વિવાદના વાદળો!

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment