Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Monsoon AC Tips: ચોમસામાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું? ભેજવાળા હવામાનમાં આ ફીચરનો ઉપયોગ કરો

    4 hours from now

    1

    0

    Monsoon AC Uses Tips : ઉનાળા બાદ ચોમાસામાં વરસાદ પડ્યા બાદ ભયંકર બફારો અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં AC જ આરામ આપે છે. જો કે ચોમાસામાં વરસાદ બાદ વાતાવરણમાં ભેજ વધી જાય છે અને આવી સ્થિતિમાં એસીનુ ટેમ્પરેચર કેટલું રાખવું તેના વિશે મોટાભાગના લોકો મૂંઝવણ અનુભવે છે. ભેજવાળા વાતાવરણમાં એસી ઝડપથી રૂમ ઠંડુ કરે છે, તેથી AC પરફેક્ટ ટેમ્પરેચર પર ચલાવવું બહું જરૂરી છે.  તમારી સમસ્યા દૂર કરવા અહીં અમુક સરળ ટીપ્સ આપી છે, જે તમને કોઇ પણ પ્રકારની મુશ્કેલી વગર વરસાદની સીઝનમાં AC ચલાવવામાં અને મેન્ટેનન્સમાં મદદરૂપ થશે. ચાલો જાણીયે વિગતવાર ડ્રાઇ મોડ ફીચરનો ઉપયોગ કરો ઘણા AC યુનિટમાં 'ડ્રાઇ મોડ' સેટિંગ હોય છે, જે ખાસ કરીને ભેજવાળા હવામાન માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડ ડીહ્યૂમિડિફિકેશનને પ્રાથમિકતા આપે છે. ઉપરાંત હવા માંથી વધારાનો ભેજ દૂર કરે છે અને તમારી આસપાસના વાતાવરણને તમારી જરૂરિયાત મુજબ ઠંડુ કરે છે. AC ટેમ્પરેચર લિમિટ વરસાદની સીઝનમાં એસીનું ટેમ્પરેચર થોડુંક વધારે રાખવાનો પ્રયાસ કરો. આદર્શ તાપમાનની વાત કરીયે તો ચોમાસામાં એસીનું ટેમ્પરેચર 25°C થી 30°C વચ્ચે રાખવું જોઇએ.  આ સામાન્ય ફેરફાર કરવાથી એસીની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થાય છે અને વીજળીનો વપરાશ પણ ઘટે છે. સફાઇનું ધ્યાન રાખો સામાન્ય રીતે બંધ એર ફિલ્ટર ઠંડી હવા રોકે છે અને AC યોગ્ય રીતે કામગીરી કરતું નથી. આથી નિયમિત ACના એર ફિલ્ડરની સફાઇ કરો અને બહુ જૂના થઇ ગયા હોય તો બદલી લો. જો તમે દરરોજ લાંબા સમય સુધી AC ચલાવો છો, તો મહિનામાં એક વખત એર ફિલ્ટરની સફાઇ કરવી જોઇએ. ચોમાસામાં ભારે હવાથી ઉડીને પાંદડા, ધૂળ માટી જેવો કચરો એસીના આઉટડોર યુનિટ એટલે કે કોમ્પ્રેસરમાં ફસાઇ શકે છે. આથી  સમયાંતર AC કોમ્પ્રેસરની પણ સફાઇ કરવી જોઇએ.   આ પણ વાંચો | એર કૂલરમાં પાણી ભરતી વખતે ક્યારેય ન કરો આ 5 ભૂલો, લાગી શકે છે જીવલેણ કરંટ પ્રી સીઝન મેન્ટેનન્સ ચોમાસાની સીઝન શરૂ થવાની પહેલા તમારા ACની સફાઇનું ધ્યાન રાખો. એસીની સફાઇ જાતે કરવાના બદલે પ્રોફશનલ સર્વિસ મેન પાસે જ કરાવો. જે એસીમાં કોઇ સમસ્યા હશે તો ઓળખીને રિપેરિંગ પણ કરી દેશે અને મોટી દુર્ઘટનાથી બચાવશે. ચોમસામાં વાવાઝોડા દરમિયાન વીજ પુરવટામાં વધઘટ થઇ શકે છે. આવી સ્થિતિમાં AC માટે ખાસ ડિઝાઇન કરાયેલા સર્જ પ્રોટેક્ટરનો ઉપયોગ કરો. તેનાથી વીજળી પડવા કે વીજળીથી થતા નુકસાનથી બચી શકાય છે. 
    Click here to Read more
    Prev Article
    2 दिन की गिरावट के बाद MTAR टेक के शेयरों में 12% की उछाल, इस खबर ने मचाई थी तबाही
    Next Article
    Raghava Lawrence To Join Hands With Vijay? Actor Seeks Public Verdict Amid Trichy Contest Buzz

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment