Oneplus Turbo 6X Series Launch : વનપ્લસ કંપનીએ વનપ્લસ ટુર્બો 6એક્સ સીરિઝના બે સ્માર્ટફોન OnePlus Turbo 6X અને OnePlus Turbo 6X Pro ચીનમાં લોન્ચ કર્યા છે. વનપ્લસ ટુર્બો 6X સીરિઝમાં MediaTekની લેટેસ્ટ Dimensity Super સીરિઝ ચિપસેટ, 144Hz રિફેશ રેટ વાળી ડિસ્પ્લે, 8000mAh સુધી બેટરી અને LCD પેનલ મળે છે. આ વનપ્લસ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP69K રેટિંગ સાથે આવે છે. જાણો લેટેસ્ટ OnePlus Turbo 6X સીરઝ સ્માર્ટફોનની કિંમત અને તમામ ખાસિયત OnePlus Turbo 6X કિંમત વનપ્લસ ટુર્બો 6X ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમા વનપ્લસ Turbo 6X ફોનના 8GB + 128GB વેરિયન્ટની કિંમત CNY 1,899 (લગભગ 26,800 રૂપિયા) છે. તો 8GB + 256GB અને 12GB + 256GB વેરિયન્ટની કિંમત અનુક્રમે CNY 1,999 (લગભગ 28,100 રૂપિયા) અને CNY 2,299 (લગભગ 32,300 રૂપિયા) છે. આ હેન્ડસેટ સફેદ, ગ્રીન ક્લાઉડ અને સ્ટાર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. OnePlus Turbo 6X Pro કિંમત વનપ્લસ ટુર્બો 6X Pro ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમા OnePlus Turbo 6X Pro ફોનના 8GB + 128GB વેરિયન્ટની કિંમત CNY 1,999 (લગભગ 28,100 રૂપિયા) છે. તો 8GB + 256GB અને 12GB + 256GB વેરિયન્ટની કિંમત અનુક્રમ CNY 2,099 (લગભગ 29,500 રૂપિયા) અને CNY 2,399 (લગભગ 33,700 રૂપિયા) છે. આ ફોન હાર્ટબીટ ઓરેન્જ અને પ્રેસિંગ હોર્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. હાલ આ બંને સ્માર્ટફોન ચીનમાં પ્રી ઓર્ડર્સ માટે ઉપલબ્ધ છે અને 15 જૂનથી સત્તાવાર વેચાણ શરૂ થશે. OnePlus Turbo 6X Pro અને Turbo 6X સ્પેસિફિકેશન વનપ્લસ ટુર્બો 6X ફોનમાં 6.72 ઇંચની FullHD+ LCD ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 1,000 nits સુધી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. તો વનપ્લસ ટુર્બો 6X Pro ફોનમાં 1.5K રેઝોલ્યુશન વાળી મોટી 6.78 ઇંચની સેમસંગ AMOLED ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 6500 nits સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. બંને સ્માર્ટફોન DC ડિમિંગ સપોર્ટ કરે છે અને તેમા એવું ટચ ઓપ્ટિમાઇઝેશન આવે છે, જે ગ્લવ્સ, ભીના હાથ અને તેલ વાળી આંગળી હોય તો પણ સરળતાથી સ્માર્ટફોનની ડિસ્પ્લે રિસ્પોન્સ આપે છે. OnePlus Turbo 6X ફોનના સ્ટાન્ડર્ડ મોડલમાં MediaTek Dimensity 7360 Super ચિપસેટ મળે છે, જ્યારે Pro વેરિયન્ટમાં MediaTek Dimensity 7400 Super ચિપસેટ આવે છે. બંને સ્માર્ટફોન 12GB સુધી RAM અને 256GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે. વનપ્લસ ટુર્બો 6X ફોનમાં અલગથી 2TB સુધીનું TF કાર્ડ એક્સપાંશન મળે છે, જ્યારે પ્રો મોડલમાં એક્સપેન્ડેબલ સ્ટોરેજનો વિકલ્પ મળતો નથી. વનપ્લસ ટુર્બો 6X સીરિઝ એન્ડ્રોઇડ 16 આધારિત ColorOS 16 સાથે આવે છે. તો પ્રો વેરિયન્ટમાં AI ટૂલ્સમાં AI ટ્રાન્સલેશન, AI રાઇટિંગ આસિસ્ટન્ટ અને AI પાવર્ડ વોઇસ નોટ જનરેશન મળે છે. આ ડિવાસસ પ્રોડક્ટિવિટી ફોક્સ્ડ સોફ્ટવેર ફીચર્સ અને ગેમિંગ એન્હાંસમેન્ટ પણ સપોર્ટ કરે છે. OnePlus Turbo 6X Pro અને Turbo 6X કેમેરા ફોટોગ્રાફી માટે વનપ્લસ ટુર્બો 6X ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાયમરી રિયર કેમેરા છે, જેની સાથે 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે. તો OnePlus Turbo 6X Pro ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50 મેગાપિક્સલનો મેન કેમેરા, 8MP નો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 16 એમપીનો સેલ્ફી કેમેરો મળે છે. કેમેરા સોફ્ટવેર ફીચરમાં લાઇવ ફોટો સપોર્ટ, પોટ્રેટ ટૂલ્સ અને ફિલ્મથી ઇન્સ્પાયર્ડ ફિલ્ટર્સ આવે છે. વનપ્લસ ટુર્બો 6X ફોનમાં 7000mAh બેટરી આવે છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ, રિવર્સ વાયર્ડ ચાર્જિંગ અને એક્સટર્નલ ડિવાઇસ ચાર્જિંગ સપોરટ કરે છે. તો વનપ્લસ Turbo 6X Pro ફોનમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે મોટી 8000mAh બેટરી આવે છે. આ પણ વાંચો | વોટરપ્રુફ Vivo Y31s 5G ફોન લોન્ચ, 6500mAh બેટરી અને 50MP કેમેરા સુરક્ષા માટે વનપ્લસ Turbo 6X ફોનમાં સાઇડ માઇન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને વોટરપ્રુફ - ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP64 રેટિંગ આપે છે. તો વનપ્લસ Turbo 6X Pro ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આવે છે. ઉપરાંત વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP66, IP68, IP69 અને IP69K રેટિંગ મળે છે. પ્રો મોડલને સાત મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબિલિટી ટેસ્ટ પણ પાસ કર્યા છે અને તેમા કસ્ટમ ગેમ કમાન્ડ્સ, સાયલન્ટ ગેમ લોન્ચ ઓપ્શન્સ અને ઇન ફિલ્ટ વોઇસ ચેન્જર જેવા ગેમિંગ ટૂલ્સ આવે છે.
Click here to Read more


