Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    US Iran Conflict: અમેરિકાના ઈરાનના અનેક શહેરો પર ભીષણ હવાઈ હુમલા, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી

    4 hours from now

    1

    0

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ઈરાનના અનેક વિસ્તારો પર આક્રમક નવા હવાઈ હુમલા કર્યા છે. આ હુમલા બાદ દક્ષિણ ઈરાનના સિરિક, મિનાબ, બંદર અબ્બાસ, કેશ્મ ટાપુ અને ગોર્ગાનમાં પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.કડક કાર્યવાહી ચાલુ રહેશે આ હુમલાના થોડા કલાકો પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, "અમે ગઈકાલે પણ હુમલો કર્યો હતો અને આજે પણ કરીશું. જો ઈરાન પોતાની આક્રમકતા નહીં રોકે તો કડક કાર્યવાહી ચાલુ રહેશે." જોકે, ટ્રમ્પે ઈરાનને સમજૂતી કરવા માટેની અપીલ પણ કરી છે. ઈરાનના અનેક ઠેકાણાઓ પર મોટું ઓપરેશન અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિના આદેશ પર સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના અનેક ઠેકાણાઓ પર મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તરફ ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે જહાજો પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. ઈરાનનો દાવો છે કે તેણે જવાબી કાર્યવાહીમાં બહેરીન અને કુવૈતના એરબેઝ સહિત અમેરિકાના ૧૮ મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. 'હોર્મુઝ સ્ટ્રેટ'ને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત આ તણાવ વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ'ને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઈરાનની સૈન્ય કમાન્ડે ચેતવણી આપી છે કે હવે આ માર્ગ પરથી કોઈ પણ તેલ ટેન્કર કે માલવાહક જહાજ પસાર થઈ શકશે નહીં અને જો કોઈ પ્રયાસ કરશે તો તેને તોડી પાડવામાં આવશે.  વિશ્વમાં ક્રૂડ ઓઈલની કટોકટી બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના અધિકારીઓએ હુમલા રોકવા માટે તેમનો સંપર્ક કર્યો હતો, જેને ઈરાની મીડિયાએ સદંતર જૂઠ્ઠો ગણાવ્યો છે. હાલમાં આ વૈશ્વિક તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કટોકટી ઊભી થવાનો ભય સેવાઈ રહ્યો છે.  આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી
    Click here to Read more
    Prev Article
    मेष राशि में चंद्र और मंगल योग, किन 3 राशियों को दे रहा है लाभ
    Next Article
    वर्ल्ड अपडेट्स:चीन में जोरदार धमाका; 7 लोगों की मौत, 17 घायल

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment