અમરનાથ યાત્રા પર અમિત શાહની હાઇ લેવલ મીટિંગ, સ્થાનિક લોકોનું રજીસ્ટ્રેશન, QR કોડ વાળા ID જાહેર કરવાનો નિર્દેશ
4 hours from now
Amarnath Yatra 2026 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમરનાથ યાત્રા 2026 માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા અમિત શાહે આજે તમામ એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ એકબીજા સાથે સંકલન કરીને વાર્ષિક યાત્રા માટે મજબૂત અને અભેદ્ય સુરક્ષા કોર્ડન સુનિશ્ચિત કરે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નિર્દેશ આપ્યો કે અમરનાથ યાત્રા સાથે સંકળાયેલા સ્થાનિક લોકો અને પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, ક્યૂઆર કોડ સાથે ઓળખપત્ર જારી કરવામાં આવે અને પ્રાણીઓના આરોગ્ય તપાસ માટે કેમ્પ લગાવવામાં આવે. અમિત શાહે એ પણ નિર્દેશ આપ્યો હતો કે યાત્રાળુઓના જૂથોની અવરજવર હવામાનની સ્થિતિ અને આગાહીના આધારે નક્કી કરવામાં આવશે. તેમણે યાત્રાના માર્ગ સિવાય અન્ય મુખ્ય પર્યટન સ્થળોએ પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કહ્યું છે. જેથી યાત્રાળુઓ સુરક્ષિત રીતે પ્રવાસન પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે. મીટિંગમાં કોણ-કોણ હાજર રહ્યું? આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ જીપી સિંહ હાજર હતા. સુરક્ષા અને વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. आज दिल्ली में श्री अमरनाथ जी यात्रा की तैयारियों और सुरक्षा की समीक्षा की।संपूर्ण यात्रा मार्ग पर जम्मू-कश्मीर पुलिस, CAPFs तथा अन्य सुरक्षा एजेंसियों द्वारा Multi-layered सुरक्षा ग्रिड स्थापित की जाए।श्रद्धालुओं के पंजीकरण, आवास, स्वास्थ्य सेवाओं एवं आपदा प्रबंधन सहित सभी… pic.twitter.com/EldUpLnKC0 — Amit Shah (@AmitShah) June 12, 2026 'અમને યુએસ નેવી તરફથી બે ચેતવણીઓ મળી હતી', ભારતીય નાવિકની પરિવાર સાથે છેલ્લી વાતચીત અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરુ થશે આ વર્ષની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 57 દિવસ પછી 28 ઓગસ્ટે સમાપ્ત થશે. સમુદ્ર સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત આ હિમાલયની ગુફા મંદિરની મુલાકાત માટે ભારે સુરક્ષાની જરૂર હોય છે. આમાં કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરે છે.
Click here to Read more
