Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Ranveer Singhએ ફિલ્મ 'ડોન -3' છોડતા FWICE ના પ્રતિબંધ લગાવતા, ભડકયા ફેમસ ડાયરેક્ટર

    2 weeks ago

    1

    0

    બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં ફિલ્મ 'ડોન ૩' ને લઈને વિવાદમાં સપડાયો છે. ધુરંધર અભિનેતા ડોન-3 છોડી દેતા એક નવી કાનૂની અને વ્યાવસાયિક મુશ્કેલીમાં ફસાયા છે. ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટે દાવો કર્યો છે કે ફિલ્મના પ્રી-પ્રોડક્શન પાછળ ₹45 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હતો, જેના પછી તેમણે FWICE (Federation of Western India Cine Employees) માં ફરિયાદ નોંધાવી હતી. FWICE દ્વારા રણવીર સિંહ સામે 'અસહકાર નિર્દેશ' જાહેર કરાયા બાદ ફિલ્મ જગતમાં ભારે હલચલ મચી ગઈ છે."આ પ્રતિબંધ નથી, પણ..." – FWICEની સ્પષ્ટતાસોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે રણવીર સિંહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં FWICE ના અશોક પંડિતે સ્પષ્ટતા કરી કે, "આખી વાતચીત ખોટી દિશામાં જઈ રહી છે. અમે કોઈ કોર્ટ નથી કે કોઈના પર કાનૂની પ્રતિબંધ લાદી શકીએ. અમે માત્ર અસહકાર નિર્દેશ જારી કર્યો છે. આનો અર્થ એ છે કે અમારા તમામ 30 હસ્તકલાના (crafts) સભ્યો રણવીર સાથે કામ નહીં કરે." તેમણે ઉમેર્યું કે રણવીરને પોતાનો પક્ષ રજૂ કરવા ત્રણ વાર સમન્સ મોકલાયા હતા, પરંતુ તે હાજર ન થયો. અશોક પંડિતના જણાવ્યા મુજબ, જો કલાકારો છેલ્લી ઘડીએ પ્રોજેક્ટ છોડી દે તો નાના નિર્માતાઓ બરબાદ થઈ જાય. જોકે, તેઓ હજુ પણ આ મામલો વાતચીત દ્વારા ઉકેલવા ઈચ્છે છે.ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તા રણવીરના સમર્થનમાં આવ્યાબીજી તરફ, જાણીતા ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તા રણવીર સિંહના બચાવમાં આવ્યા છે અને તેમણે FWICE ના આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સંજય ગુપ્તાએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું: "જ્યારે કોઈ એ-લિસ્ટ અભિનેતા શૂટિંગ કરે છે, ત્યારે સેટ પર સ્પોટ બોય, લાઈટમેનથી લઈને કેમેરા ક્રૂ જેવા આશરે 300 લોકો કામ કરતા હોય છે. આવા નિર્ણયોથી મુખ્ય અભિનેતાને કદાચ મોટો ફરક ન પડે, પરંતુ તેની સાથે જોડાયેલા સેંકડો ગરીબ કામદારો બેરોજગાર થઈ જાય છે. આ બિલકુલ ખોટું છે."એડિટર શ્વેતા વેંકટે ફેડરેશન પર લગાવ્યો પક્ષપાતનો આરોપ!'ગેંગ્સ ઓફ વાસેપુર', 'ન્યુટન' અને 'કલંક' જેવી ફિલ્મોનું એડિટિંગ કરનાર પ્રખ્યાત ફિલ્મ એડિટર શ્વેતા વેંકટે પણ આ મામલે FWICE ની ટીકા કરી છે અને તેને 'પસંદગીયુક્ત આક્રોશ' ગણાવ્યો છે. શ્વેતાએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા લખ્યું કે, "જ્યારે 2023 માં 242 ફિલ્મ એડિટર તેમની વિલંબિત ચુકવણી, ફી માળખા અને ખરાબ કાર્યકારી પરિસ્થિતિઓના મુદ્દા લઈને FWICE પાસે ગયા હતા, ત્યારે ત્રણ વર્ષથી કોઈ પગલાં લેવાયા નથી. રણવીર સિંહના કિસ્સામાં આટલી ઝડપી કાર્યક્ષમતા ક્યાંથી આવી? મૂળભૂત રીતે, જો તમારે ન્યાય જોઈતો હોય તો કાં તો નિર્માતા બનો અથવા મોટા અભિનેતા!" શ્વેતાના આ આકરા પ્રહારે બોલિવૂડમાં આંતરિક પક્ષપાતના મુદ્દાને ફરી સપાટી પર લાવી દીધો છે.આ પણ વાંચો : Choreographer મુદસ્સર ખાનનો ચોંકાવનારો ખુલાસો, ''મારી સાથે રાત વિતાવો...'
    Click here to Read more
    Prev Article
    Blue Drumમાંથી મળી યુવતીની લાશ, એક હાથ પર ખાસ નામ અને બીજા પર બનેલું હતું દિલ!
    Next Article
    जियो ने लॉन्च किया ऑल-इन-वन OTT प्लान, सिर्फ ₹200 में मिलेगा एंटरटेनमेंट का पूरा पैकेज, 1000+ लाइव चैनल भी

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment