Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    RBI એ ₹ 1.14 લાખ કરોડનું સોનું વેચ્યું? રિપોર્ટ વિશે સરકારે કરી સ્પષ્ટતા

    3 days ago

    1

    0

    RBI Gold Reserve: આરબીઆઈ દ્વારા 12 અબજ ડોલર (લગભગ 1.14 લાખ કરોડ રૂપિયા)નું સોનું વેચવાના દાવા અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. તાજેતરના બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના અહેવાલમાં, અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તાને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 22 મેના રોજ પૂરા થયેલા બે અઠવાડિયા દરમિયાન તેના સોનાના ભંડારનો એક ભાગ વેચ્યો હતો. જો કે, સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે આરબીઆઈ દ્વારા આ પ્રકારનું કોઈ વેચાણ કરવામાં આવ્યું નથી અને રિપોર્ટમાં પ્રકાશિત માહિતી ખોટી છે. PIBFactCheck ने X (Twitter) પર પોસ્ટ કરીને કહ્યુ કે, 'બ્લૂમબર્ગ દ્વારા પ્રકાશિત એક સમાચાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ એ લગભગ 12 અબજ ડોલરનું સોનું વેચ્યું હોઈ શકે છે. આ દાવો ખોટો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બર 2025ના અંતમાં 13.92 ટકા હતો, જે વધીને 31 માર્ચ, 2026ના રોજ 16.70 ટકા થયો હતો અને 22 મે, 2026 ના રોજ વધુ વધીને 16.85 ટકા થયો હતો.’ રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો હતો? બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના જાહેર ડેટા પર આધારિત વિશ્લેષણ મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે આર્થિક દબાણ વચ્ચે તેના ફોરેન કરન્સી એસેટ્સને બચાવવા માટે તેના સોનાના ભંડારનો એક ભાગ વેચ્યો હોઈ શકે છે. A news report published by @Bloomberg states that RBI may have sold gold amounting to approximately USD 12 billion.#PIBFactCheck❌ This claim is FAKE✔️ According to @RBI, the share of gold in India's foreign exchange reserves rose from 13.92% at end-September 2025 to 16.70%… pic.twitter.com/eVjxPxEv1i — PIB Fact Check (@PIBFactCheck) June 3, 2026 બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના સિનિયર ભારતીય અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તાએ રિપોર્ટમાં લખ્યું છે કે રિપોર્ટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 22 મે સુધીના બે અઠવાડિયામાં લગભગ 12 અબજ ડોલરનું સોનું ભંડાર (લગભગ 1.14 લાખ કરોડ રૂપિયા) વેચ્યું છે, જ્યારે 7.5 અબજ ડોલરની વિદેશી ચલણ સંપત્તિ ખરીદી છે. જેના પર સરકારે હવે સ્પષ્ટતા કરી દીધી છે. આ પણ વાંચો | Explained: ભારતીયો બચત ખાતા થી FD તરફ વળ્યા, RBIના રિપોર્ટમાં ખુલાસો RBI પાસે કેટલું સોનું છે? બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, માર્ચના અંત સુધીમાં આરબીઆઈ પાસે 880.52 મેટ્રિક ટન સોનું હતું, જેમાંથી 77 ટકા ડોમેસ્ટિક વોલ્ટમાં રાખવામાં આવ્યું હતું. છ મહિના પહેલા ભારતમાં માત્ર 66 ટકા સોનું હતું. વિદેશમાં ભારતનું મોટાભાગનું સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે.
    Click here to Read more
    Prev Article
    लव मैरेज के बाद पार्टनर की कमियों को अपनाना क्यों जरूरी? जानें वो 5 चुनौतियां जो खत्म कर देती हैं 'रोमांटिक इमेज'
    Next Article
    8th Pay Commission Update: Deadline Extended Again, When Will Central Government Employees Get Salary Hike and Arrears?

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment