મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રામ મંદિર ચઢાવા ચોરી કેસ- ₹2 કરોડની રિકવરી; બળવાખોર TMC સાંસદ NCPIમાં સામેલ થશે; વિમેન્સ વર્લ્ડ કપ- ભારતે પાકિસ્તાનને હરાવ્યું
1 hour ago
નમસ્તે, અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીનો મામલો વધુ વેગ પકડી રહ્યો છે. ૨ કરોડ રૂપિયાની રિકવરી (વસૂલાત)ના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, TMC ના બળવાખોર સાંસદ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં સામેલ થશે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવાના સમાચાર.. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સથી સ્લોવાકિયાના પ્રવાસે જશે. 2. જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન થશે, જેમાં સ્થાપક અભિજીત દીપકે પણ સામેલ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. TMCના બળવાખોર સાંસદો નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં જોડાશે:બંગાળ ભાજપ પ્રભારી અને લોકસભા સ્પીકરને મળ્યા 20 સાંસદો; કાકોલી બોલ્યા- NDAને અમારું સમર્થન પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 28 સાંસદોમાંથી 20 બળવાખોર સાંસદોનો જૂથ ત્રિપુરાની બંગાળી-સમર્થક નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી (NCP) માં વિલય કરશે. બળવાખોર જૂથના નેતા કાકોલી ઘોષે રવિવારે સાંજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપ્યા બાદ તેની જાહેરાત કરી. તેમણે કહ્યું- અમે PM મોદીના નેતૃત્વમાં NDA સાથે કામ કરીશું. બળવાખોર સાંસદો સુદીપ બંદ્યોપાધ્યાય અને શતાબ્દી રોયે કહ્યું કે તેમનો જૂથ પહેલાથી જ NCP માં વિલય કરી ચૂક્યો છે. બિરલા સાથેની મુલાકાતની જે તસવીર સામે આવી છે, તેમાં 17 TMC સાંસદો દેખાઈ રહ્યા છે. સ્પીકર સાથે મુલાકાત પહેલા સાંસદોએ બંગાળ ભાજપ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રામમંદિરના ચઢાવાની તપાસ માટે દિલ્હીથી IPS પહોંચ્યા:5 આરોપીઓની પૂછપરછ, 2 કરોડ મળ્યા; કટિયાર બોલ્યા- આ બધા ચોર છે, જેલમાં જશે અયોધ્યા રામ મંદિરમાં ચઢાવામાંથી ચોરીનો મામલો ગરમાઈ રહ્યો છે. સરકારે તપાસ માટે શનિવારે SITની રચના કરી, જે રવિવાર રાત સુધીમાં અયોધ્યા પહોંચશે. સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ, 3 દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે એક IPS અધિકારીને અહીં મોકલ્યા હતા. તેમની દેખરેખ હેઠળ ચઢાવા ચોરી કેસની ગુપ્ત તપાસ ચાલી રહી છે. જોકે, આ અંગે અધિકારીઓ હાલ મૌન સેવી રહ્યા છે. આ તરફ, ચઢાવા ચોરીમાં અત્યાર સુધીમાં 5 લોકો (લવકુશ, અવનીશ, અનુકલ્પ, કરુણે અને રમાશંકર) ના નામ સામે આવ્યા છે. તેમની નિશાનદેહીથી અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે. આ બધા દાન રાશિની ગણતરીની ફરજ સાથે જોડાયેલા છે. અત્યાર સુધી થયેલી રિકવરી પણ આ પાંચ લોકોએ જ કરાવી છે. લવકુશ અને અનુકલ્પ પોલીસ કસ્ટડીમાં છે. સૂત્રો મુજબ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની તબિયત નાદુરસ્ત હોવાનું કહેવાય છે. તેમને શરદી સાથે સુગર વધવાની ફરિયાદ હોવાનું જણાવાયું છે. જ્યારે ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા પણ હાલ અયોધ્યામાં નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ફ્રાન્સના નીસમાં મોદી-મેક્રોને દ્વિપક્ષીય બેઠક કરી:ઐતિહાસિક વિલા કેરિલોસની મુલાકાત લીધી, PM બોલ્યા- ભારત સોલ્યુશન લેનાર નહીં, આપનાર દેશ છે ફ્રાન્સના નીસ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે રવિવારે દ્વિપક્ષીય બેઠક કરી. આ બેઠકમાં વડાપ્રધાન સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ સામેલ હતા. બંને દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, AI, સેમિકન્ડક્ટર, સ્પેસ ટેકનોલોજી, હેલ્થ-ટેક, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. આ પહેલા બંને નેતાઓએ ‘ભારત ઇનોવેટ્સ 2026’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સે ભાગ લીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પટના રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓનો હોબાળો:ટ્રેન રોકી, તોડફોડ-પથ્થરમારો કર્યો, સિપાહી ભરતી પરીક્ષાના ઉમેદવારોમાં આક્રોશ, પોલીસે ફાયરિંગ કર્યુ; 6ની ધરપકડ બિહારમાં આજથી સિપાહી ભરતી પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર ઉમેદવારોએ ટ્રેનોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી નારાજ થઈને રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કર્યું. ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ઘણી ટ્રેનો રોકી દીધી. પથ્થરમારો કર્યો અને એક્ઝામ સ્પેશિયલ ટ્રેનમાં તોડફોડ પણ કરી. આ મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા પટનાના DM ડૉ. ત્યાગરાજને જણાવ્યું કે અડધી રાતની આસપાસ અમને સમાચાર મળ્યા કે કેટલાક લોકો હોબાળો કરી રહ્યા છે. અમે તેમને વારંવાર વિનંતી કરી કે તેઓ હોબાળો ન કરે અને તે પરીક્ષાર્થીઓને સહયોગ આપે જેઓ પરીક્ષા આપવા માંગે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું:દીપ્તિ શર્માએ માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી; સ્મૃતિ મંધાનાએ 68 રન ફટકાર્યા ઈન્ડિયા વુમન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 64 રનથી હરાવી દીધું છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. તેણે 44 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનની ઇનિંગ્સ રમી. રિચા ઘોષે 17 બોલમાં 34 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી. તસ્મિયા રુબાબ અને રામીન શમીમને 1-1 સફળતા મળી. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 17 ઓવરમાં 106 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. મુનીબા અલીએ સૌથી વધુ 41 રન બનાવ્યા. ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું: UPમાં વાવાઝોડા-વીજળી પડવાથી 5નાં મોત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીના જોર વચ્ચે રાજ્યના તાપમાનમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરમાં 41.9°C અને અમદાવાદમાં 41.3°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મશીનમાં ફસાતાં 55 વર્ષીય મહિલાનું મોત; CCTV:ખોળ સાફ કરતી વખતે કપડાં મશીનમાં ભરાતા સેકન્ડોમાં જ અંદર ખેંચાયા; ગોંડલ નજીક મિલમાં કાલે જ જોડાયા હતા રાજકોટ જિલ્લાના ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી 'અવની ઓઈલ મિલ'માં આજે (14 જૂન, 2026) વહેલી સવારે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મિલમાં ફરજ બજાવી રહેલા 55 વર્ષીય મહિલા શ્રમિક શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટનું ચાલુ મશીનમાં કપડું આવી જતાં અને અંદર ખેંચાઈ જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રોજીરોટીની તલાશમાં વતન છોડીને આવેલા શ્રમિક પરિવારના મોભીનું કામે લાગ્યાના બીજા જ દિવસે મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ સમગ્ર ભયાનક અકસ્માત મિલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે. મૂળ પંચમહાલના ગોલણપુર ગામના વતની શારદાબેન તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે રોજગારી મેળવવા આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપીમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 5નાં મોત:એમપી-રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય; છત્તીસગઢ બોર્ડર પર પહોંચ્યું મોન્સૂન વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બંજી જમ્પિંગનો રુંવાડા ઊભા કરી દેતો VIDEO:એડવેન્ચર કંપનીએ દોરડું બાંધ્યા વિના જ 24 વર્ષીય યુવતીને 115 ફૂટ નીચે ફેંકી, જોનારાઓ ચીસાચીસ કરવા લાગ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મુરૈનામાં ટ્રેનની ટક્કરથી 4 મુસાફરોનાં મોત:તેમાં 3 મહિલાઓ, એક બાળક; આગની અફવાને કારણે નીચે ઉતર્યા, બીજી ટ્રેનની અડફેટે આવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના દબાણ હેઠળ રામ-પ્રતિમાનો પ્રોજેક્ટ અટક્યો:ફંડિંગની તપાસ અને અધૂરા બાંધકામને તોડી પાડવાની માગ, 2025માં પ્રોજેક્ટ શરૂ થયો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : મોંઘા પેટ્રોલમાંથી મળશે રાહત:100% ઇથેનોલથી ચાલશે ગાડીઓ, સરકારે આપી મંજૂરી; 6 અઠવાડિયામાં કંપનીઓ આ માટે ગાડીઓ લોન્ચ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સેહવાગના ક્લબમાં રોહિત શર્માની ધમાકેદાર એન્ટ્રી:શુભમન ગિલે તોડ્યા દિગ્ગજોના રેકોર્ડ્સ, વનડેમાં 3 હજાર રન બનાવનાર ફાસ્ટેસ્ટ ઈન્ડિયન; ડેબ્યૂ મેચમાં ગુરનૂરનો તરખાટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો સંયોગ:14 અને 15 જૂને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ; સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ વચ્ચે સૂર્યનું મિથુન રાશિમાં ગોચર વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ફિફા વર્લ્ડ કપના રંગમાં રંગાયું બતક મેક્સિકોમાં ફિફા વર્લ્ડ કપ જોવા માટે એક બતક જર્સી પહેરીને પહોંચ્યું. વીડિયોમાં માતા અને પુત્ર રસ્તા પર ચાલતા દેખાય છે. તેમની પાછળ તેમનું પાલતુ બતક પણ આરામથી ફરતું જોવા મળે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : ડાંગની સ્ટ્રોબેરીએ ખેડૂતોની કિસ્મત બદલી: ઇટલી-ફ્રાન્સના ફળે લાખોની કમાણી કરાવી, અમદાવાદ-સુરત જેવા મોટા શહેરોમાં માગ 2. ખાખી કવર : આઠ હત્યા કરનારો કેરળનો ‘રિપર જયાનંદન’: બે વાર જેલ તોડી, શ્રીલંકા પહોંચી ગયો, જેલમાંથી નવલકથા લખી, છતાં તે નિર્દોષ હોવાના પુરાવા 3. 22 મિનિટ કરા પડ્યા, કાશ્મીરના 30% સફરજન બરબાદ: ખેડૂતોના 400 કરોડ ડૂબ્યા, કહ્યું- એટલા લાચાર છીએ કે દીકરીના લગ્ન ટાળવા પડશે 4. ભાસ્કર એક્સપ્લેનર : પિતાના કહેવાથી 'કિલર' બન્યા ટ્રમ્પ: 5 બાળકોની જીદમાં 3 લગ્ન; ટ્રમ્પ પાગલ છે કે સાયકોપેથ, જન્મદિવસ પર પર્સનાલિટીના કિસ્સા 5. આજનું એક્સપ્લેનર: ભારતીય નાવિકોનાં મોતનો અમેરિકાને પસ્તાવો નથી, ઉલટાનું 'ચેતવણી' આપી રહ્યું છે; શું ભારતે મજબૂતીથી વાત ન રાખી? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે, મીન રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો આપનારો દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
Click here to Read more

