Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    PM Modi-Macron વચ્ચે ફ્રાન્સમાં યોજાઈ મોટી બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

    3 hours from now

    1

    0

    ફ્રાન્સના નીસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે રવિવારે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ. બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી, જ્યારે ભારત-ફ્રાન્સ સંબંધોને તાજેતરમાં જ સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના સ્તરે ઉન્નત કરવામાં આવ્યા છે. બેઠકમાં સંરક્ષણ, અવકાશ, AI, વેપાર, શિક્ષણ અને વૈશ્વિક મુદ્દાઓ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ હતી. આર્થિક સંબંધો મજબૂત બનાવવા પર ભારબેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ પોતાના મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનના ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભારી છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ મળીને સતત કામ કરતા રહેશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ પોતાના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરશે. ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી આ સંબંધોને મોટો પ્રોત્સાહન મળ્યો છે. સાથે જ મહત્વપૂર્ણ ખનિજ અને ટેક્નોલોજી સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા માટે ઈકોનોમિક સિક્યુરિટી ડાયલોગ શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. બંને દેશોએ હેલ્થ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર સહમતિ વ્યક્ત કરી.સંરક્ષણ, અવકાશ અને ટેકનોલોજીમાં સહકારબંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રમાં કો-ડિઝાઇન, કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન પર વિશેષ ભાર મૂક્યો. અવકાશ ક્ષેત્રમાં માનવ અવકાશ ઉડાન, સ્પેસ સિટ્યુએશનલ અવેરનેસ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર ચર્ચા થઈ.નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ભારતના SHANTI Act બાદ ઉભા થયેલા નવા અવસરો અંગે પણ ચર્ચા થઈ.નાના અને અદ્યતન મોડ્યુલર રિએક્ટર પર સહયોગ વધારવા પર સહમતિ બની.બંને નેતાઓએ Horizon 2047 રોડમેપની સમીક્ષા કરી અને આર્થિક વિકાસ, ટેકનોલોજી, ઇનોવેશન, પ્રતિભા વિનિમય અને સાંસ્કૃતિક સહકાર વધારવા પર ચર્ચા કરી.વેપાર અને અન્ય મહત્વપૂર્ણ નિર્ણયોભારત અને ફ્રાન્સે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્ય રાખીને ઉચ્ચ સ્તરીય મિકેનિઝમ બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત-યુરોપિયન યુનિયન FTAને ઝડપથી અમલમાં મૂકવા પર પણ ભાર મૂકાયો. SME, એવિએશન અને રેલવે ક્ષેત્રમાં સહકાર વધારવા પર સહમતિ બની. કાનપુરમાં એરોનોટિક્સ સ્કિલિંગ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું.ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઇન મજબૂત કરવા અને આર્થિક સુરક્ષા માટે નવા સંવાદ મંચને આગળ વધારવા પર પણ સહમતિ થઈ. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. પીએમ મોદીએ G7 સમિટ 2026માં ભાગ લેવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો અને આમંત્રણ માટે ફ્રાન્સનો આભાર માન્યો. બેઠક બાદ રાષ્ટ્રપતિ મેક્રોએ પીએમ મોદીના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું.આ પણ વાંચો : Israel Attack: ઈરાન ડીલ પહેલા જ ઇઝરાયેલનો બેરૂત પર હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પ થયા લાલઘૂમ
    Click here to Read more
    Prev Article
    भास्कर अपडेट्स:पाकिस्तान ने पुंछ में सीजफायर तोड़ा, भारतीय सेना ने जवाब दिया
    Next Article
    What Is Rory McIlroy Net Worth In 2026? Inside The Finances Of The Man Who Won Augusta Twice In A Row

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment