Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    S Jaishankar:"તમારા હથિયારોથી ભારત પર હુમલા થાય છે",જયશંકરે યુરોપને બરાબરનું ઝાટક્યું

    2 hours from now

    1

    0

    વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિને મજબૂત રીતે રજૂ કરી છે. ફિનલેન્ડમાં આયોજિત 'કુલતારંતા ટોક્સ' (Kultaranta Talks) દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના પશ્ચિમી દેશોના સવાલો પર વિદેશ મંત્રીએ યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુરોપ એવા દેશોને હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત પર હુમલા કરવા માટે થાય છે અને આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષાપેનલ ચર્ચા દરમિયાન જ્યારે એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત 'સહાનુભૂતિ' અને તેલ ખરીદવાની ઉત્સુકતા પર સવાલ ઉઠાવ્યો, ત્યારે જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે યુરોપની ઐતિહાસિક અને નૈતિક વિસંગતતાઓ તરફ ઈશારો કરતા કહ્યું, "કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો અંગે પણ ભારત માટે આવું કહી શકતો હોત!" તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને જોખમમાં મૂકવાનું કામ કર્યું નથી, પરંતુ યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મનોને હથિયાર સપ્લાય કરતું આવ્યું છે.તેલ ખરીદી પાછળનું વ્યવહારુ ગણિતપોતાના કડક વલણને યથાવત રાખતા વિદેશ મંત્રીએ ઊર્જા સુરક્ષા (Energy Security) અને દેશના બજારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, "હું તેલની કિંમત અને તેની ઉપલબ્ધતાના આધારે ખરીદી કરું છું. તે સમયે બજારમાં રશિયન તેલ વધુ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપિયન દેશો પોતે મધ્ય પૂર્વ (Middle East) માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે અમારો પરંપરાગત સપ્લાયર રહ્યો છે. પરિસ્થિતિએ અમને આ દિશામાં આગળ વધવા મજબૂર કર્યા હતા."અમેરિકાની નીતિઓ પર કટાક્ષવર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા એસ. જયશંકરે અમેરિકાના વલણ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલાસો કર્યો કે વૈશ્વિક બજારમાં તેલના ભાવ નિયંત્રણમાં રાખવા અને મોંઘવારી અટકાવવા માટે ખુદ અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. પરંતુ બાદમાં પશ્ચિમી દેશોએ પોતાના હિત સાધવા માટે પ્રતિબંધોની રમત રમી. જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, "આવો કોઈ મોટો સિદ્ધાંત કે નૈતિકતા હોવાનો દેખાવો ન કરો. જ્યારે પોતાના માટે યોગ્ય હોય ત્યારે નીતિ લાગુ કરવી અને ન હોય ત્યારે હટાવી દેવી – અમે બધા સમજદાર છીએ અને આ રમત સારી રીતે સમજીએ છીએ."
    Click here to Read more
    Prev Article
    Feng Shui Tips: ट्रेंड में हैं सूखे फूल, जानें घर में रखना शुभ है या अशुभ?
    Next Article
    मूवी रिव्यू – गवर्नर:देश को दिवालिया होने से बचाने की कहानी, मनोज बाजपेयी ने कठिन विषय को भी दिलचस्प बना दिया

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment