Share Market News: સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ, રાજેશ એક્સપોર્ટ્સમાં સેલર સર્કિટ
2 days ago
Share Market News Today Live Update In Gujarati : અમેરિકા ઇરાન યુદ્ધ તણાવ અને RBI દ્વારા વ્યાજદર ન ઘટવાની આશંકા વચ્ચે શેરબજારમાં નરમાઇ રહેતા ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 410 પોઇન્ટ ઘટીને 73935 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 123 પોઇન્ટ ઘટી 23,282 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 74100 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. રાજેશ એક્સપોર્ટ્સ સામે SEBI ની કાર્યવાહી, શેર 5 ટકા તૂટ્યો સેબીએ રાજેશ એક્સપોર્ટ્સ અને તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મહેતા વિરુદ્ધ એક અંતરિમ એકતરફી આદેશ આપ્યો છે. તેમા ચાલુ રહેલી તપાસ દરમિયાન ખોટી નાણાકીય માહિતી, ફંડ રૂટિંગમાં ગરબડ અને સહયોગ ન આપવાનો પ્રથમદર્શી જાણકારીનો હવાલો આપ્યો છે. વચગાળાના આદેશ મુજબ સેબીએ આરોપ મૂક્યો છે કે, રાજેશ એક્સપોર્ટ્સે FY 2020-21 થી FY2024-25 દરમિયાન લગભગ 15.15 લાખ કરોડની કોન્સોલિડેટેડ રેવન્યૂ ખોટી રીતે દર્શાવી છે,જે તેની કૂલ કોન્સોલિડેટેડ રેવન્યૂના 99.80 ટકા છે. સેબીએ રાજેશ મહેતા દ્વારા આગામી આદેશ સુધી રાજેશ એક્સપોર્ટ્સની જામીનગીરીઓ ખરીદવા, વેચવા કે તેનો સોદો કરવા પર પ્રતિબંધ મૂક્યો અને નવો ફોરેન્સિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. સેબીના પ્રતિબંધ બાદ આજે રાજેશ એક્સપોર્ટ શેરમાં સેલર સર્કિટ લાગી અને શેર 5 ટકાના ઘટાડે 104.65 રૂપિયા થયો હતો. આ અઠવાડિયામાં જંગ સમાપ્ત થઇ શકે છે : ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ઇરાન સાથે શાંતિ મંત્રણા બહુ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને જો બહુ વ્યવસ્થિત રહ્યું તો આ અઠવાડિયાના અંત સુધીમાં બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક કરાર થઇ શકે છે. જો કે ટ્રમ્પે આ સમજૂરી સાથે એક શરત પણ મૂકી છે કે આ કરાર હેઠળ અમેરિકા ઇરાનના યુરેનિયમનો સંપૂર્ણ જથ્થો પોતાના કબજામાં લેશે.
Click here to Read more

