Share Market News: શેરબજારમાં નફાવસૂલીથી સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, IT શેર મજબૂત
5 days ago
Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં નફાવસૂલીનું દબાણ રહેતા અઠવાડિયાના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 508 પોઇન્ટ ઘટી 74267 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 165 પોઇન્ટ ઘટી 23382 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડે ટોચ થી 1100 પોઇન્ટ ઘટીને 74203 સુધી ગયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને પ્રોફિટ બુકિંગના દબાણથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. આજે શેરબજારના રોકાણકારોને 5.5 લાખ કરોડનું નુકસાન થયું છે. એશિયન શેરબજારોમાં સુધારાની હૂંફે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા છે. સેન્સેક્સ 428 પોઇન્ટ ઉછળી 75203 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 107 પોઇન્ટ વધીને 23,654 ખુલ્યો છે. સેન્સેક્સ હાલ 300 પોઇન્ટના સુધારા સાથે 75000 લેવલ ઉપર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે. આઈટી અને બેંક ફાઈનાન્સ શેર તેજીમાં છે. FPIની મે મહિનામાં ₹ 33000 કરોડની વેચવાલી ભારતીય બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI) દ્વારા જંગી વેચવાલી કરવામાં આવી છે. મે મહિનામાં ભારતીય શેરબજારમાં FPI એ 32,963 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. NSDLના આંકડા મુજબ વર્ષ 2026માં અત્યાર સુધીમાં FPI એ ભારતીય શેરબજારમાંથી કુલ 2.25 લાખ કરોડ રૂપિયા પાછી ખેંચી લીધા છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી સિવાયના તમામ મહિનામાં વિદેશી રોકાણકારોએ વેચવાલી કરી છે. નોંધનિય છે કે, વર્ષ 2025માં FPI એ કુલ ₹ 1.66 લાખ કરોડની વેચવાલી કરી હતી. Trent શેરધારકોને બેવડો ફાયદો, બોનસ શેર સાથે ડિવિડન્ડ પણ મળશે ટાટા ગ્રૂપની Trent કંપની શેરધારકોને બોનસ શેર સાથે ડિવિડન્ડ પણ ચૂકવવાની છે. કંપનીએ બોનસ શેર મેળવવા માટે 4 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તો ડિવિડન્ડ માટે 12 જૂનની રેકોર્ડ ડેટ છે. કંપની શેરધારકોને પ્રત્યેક બે શેર દીઠ 1 શેર બોનસમાં આપશે. તો નાણાકીય વર્ષ 2025-26 માટે ફાઇનલ ડિવિડન્ડ તરીકે પ્રતિ શેર 6 રૂપિયા ચૂકવશે. જો કે ડિવિડન્ડ માટે કંપનીની 23 જૂને યોજાનાર વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકો પાસેથી મંજૂરી મેળવવામાં આવશે. કંપનીના શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયા છે.
Click here to Read more


