Share Market News: સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, RBI મોનેટરી બેઠક આજથી શરૂ
3 days ago
Share Market News Today Live Update In Gujarati : વૈશ્વિક અસ્થિરતા વચ્ચે બુધવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 142 પોઇન્ટ ઘટીને 74,507 ખુલ્યો હતો. આઈટી અને બેંક ફાઈનાન્સ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 74000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએઇસ નિફ્ટી 68 પોઇન્ટ ઘટીને 23,415 ખુલ્યા બાદ વધુ તૂટ્યો હતો. હાલ 170 પોઇન્ટથી વધુ ઘટીને 23300 લેવલ આસપાસ છે. જાપાન શેરબજાર ઐતિહાસિક ટોચે જાપાનનો શેરબજાર નિક્કેઇ 225 આજે 2000 પોઇન્ટથી વધારે ઉછળીને 68,720 ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. તો તાઇવાન માર્કેટ પર 930 પોઇન્ટ ઉછળ્યો હતો. અમેરિકા ઇરાન વચ્ચે તણાવ વચ્ચે વૈશ્વિક ઇંધણની સપ્લાય પર તેની અસરોની ચિંતા વચ્ચે રોકાણકારો એશિયન ઇક્વિટી માર્કેટ તરફ આકર્ષાયા છે. દક્ષિણ કોરિયા શેરબજાર આજે બંધ હતું. RBI મોનેટરી બેઠક આજથી શરૂ, 5 જૂને ધિરાણનીતિ જાહેર કરશે આરબીઆઈની આજથી ત્રણ દિવસીય મોનેટરી મિટિંગ શરૂ થઇ છે. આ બેઠકમાં મુખ્ય નીતિગત વ્યાજદરો અંગે નિર્ણય લેવામાં આવશે. મોનેટરી પોલિસીમાં લેવાયેલા નિર્ણયોની RBI ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા ઘોષણા કરવામાં આવે છે. વૈશ્વિક નાણાકીય અસ્થિરતા અને મોંઘવારી વધવાની ચિંતાના પગલે એપ્રિલ મહિનાની ધિરાણનીતિમાં તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. આ વખતે રિઝર્વ બેંક વ્યાજદર સ્થિર રાખે તેવી પ્રબળ સંભાવના છે.
Click here to Read more


