Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Lauki Dalcha Recipe: દૂધીના સાદા શાકમાં હૈદરાબાદી તડકો, ઘરે બનાવો દાલચા રેસીપી

    3 hours from now

    1

    0

    Hyderabadi Veg Dalcha Recipe : ભારતમાં મહેમાનને અતિથિ માનવામાં આવે છે અને તેમની માટે ભોજનમાં ખાસ વ્યંજનો બનાવવાની પરંપરા છે. સામાન્ય રીતે લોકો ઘરે મહેમાનો માટે છોલે પુરી, શીરો, પનીરનું શાક જેવી ખાસ વાનગીઓ બને છે. પરંતુ જો તમે કંઇક અલગ બનાવવા માંગો છો, તો તમે હૈદરાબાદી સ્ટાઇલ દાલચા રેસીપી ટ્રાય કરી શકો છો. દાળ અને મસાલા માંથી તૈયાર કરવામાં આવેલી આ પરંપરાગત વાનગી હૈદરાબાદની લોકપ્રિય રેસીપી માનવામાં આવે છે, જે શાકાહારી અને નોનવેજ બંને રીતે બનાવી શકાય છે. આજે અમે તમને દૂધી માંથી દાલચા બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જેની અદબૂત સુગંધ અને સ્વાદ મહેમાનો તેમજ પડોશીઓને આકર્ષિત કરશે. તમે તેને સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો, જેની રેસીપી નીચે મુજબ છે. દાળ માટે સામગ્રી તુવેર દાળ - 1/4 કપ ચણાની દાળ - 1/4 કપ મગ દાળ - 1/4 કપ ડુંગળી - 1 નંગ ટમેટા - 1 નંગ લીલા મરચાં - 2 નંગ હળદર પાવડર - 1/4 ચમચી મીઠું - 1 ચમચી કોથમીર અને ફુદીનાના પાન Lauki Dalcha Recipe : દૂધી દાલચા બનાવવા માટે સામગ્રી દૂધી - 1 નંગ તેલ - 3 ચમચી લવિંગ, તજ જેવા આખા મસાલા ડુંગળી - 1 નંગી ઝીણી સમારેલા ટામેટા - 1 નંગ ઝીણા સમારેલા આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી મીઠું - 1 ચમચી કાશ્મીરી લાલ મરચું - 1 ચમચી જીરું પાવડર - 1 ચમચી ધાણા પાવડર - 1 ચમચી ગરમ મસાલો - 1 ચમચી આમલીની પેસ્ટ - 2 ચમચી કસુરી મેથી  લીલું કોથમીર પાણી હૈદારબાદી દૂધીની દાલચા રેસીપી સૌ પ્રથમ તુવેર દાળ, ચણાની દાળ અને મગની દાળને સારી રીતે ધોઈને લગભગ એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો. આ પછી કૂકરમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, હળદર, મીઠું, કોથમીર, ફુદીનો અને લગભગ ત્રણ કપ પાણી રેડી કઠોળને બાફવા મૂકો. કુકરની ત્રણ સીટી વાગે ત્યાં સુધી કઠોળ બાફો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં આખા મસાલાને સાંતળ લો. હવે તેમા ઝીણી સમારેલી ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે આદુ લસણની પેસ્ટ ફ્રાય કરો. મસાલા માંથી તેલ છુંટુ પડવા લાગે ત્યારે ઝીણા સમારેલા ટામેટા, મીઠું, લાલ મરચાં, જીરું પાવડર, કોથમીર પાવડર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે મસાલામાં દૂધીના નાના નાના ટુકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. તેમાં થોડું પાણી ઉમેરો અને 5 મિનિટ સુધી ઢાંકીને ઉકાળો. ત્યારબાદ તેમા બાફેલી દાળ રેડો અને સારી રીતે મિક્સ કરી લો. તેને થોડા સમય માટે ધીમા તાપ પર રાંધો. આ પણ વાંચો | કેમિકલ ફ્રી જાંબુ જામ રેસીપી, આ રીતે ઘરે બનાવો, બાળકોને પસંદ આવશે છેલ્લે તેમા આમલીનો રસ મેળવી બે મિનિટ સુધી ઉકાળો. સ્વાદ વધારવા માટે તેમા કસૂરી મેથી અને લીલું કોથમીર ઉમેરો. આ રીતે સ્વાદિષ્ટ દૂધી દાલચા તૈયાર થઈ જશે, જેને તમે ગરમ રોટલી અથવા ભાત સાથે પીરસો.
    Click here to Read more
    Prev Article
    South Superstar : વીંટી અને ગળામાં પેન્ડન્ટ...શું ત્રિશા કૃષ્ણને છાનામાના કરી લીધી સગાઈ?
    Next Article
    Kerala Lottery Result Today 3 PM Live, Samrudhi SM-59 Lottery Result of June 14, Watch Lucky Draw Winner List

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment