Suvendu Adhikari PA Murder Case : સીબીઆઈને મળી મોટી સફળતા, મુખ્ય શૂટર રાજકુમાર સિંહની કરાઈ ધરપકડ
3 weeks ago
CBIએ મુઝફ્ફરનગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરીને પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યા કેસમાં મુખ્ય આરોપી રાજકુમાર સિંહની ધરપકડ કરી છે. આરોપીને મુઝફ્ફરનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ એજન્સી હવે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને મંગળવારે કોલકાતાની વિશેષ CBI કોર્ટમાં રજૂ કરશે. 6 મેના રોજ બની હતી ઘટના ચંદ્રનાથ રથની 6 મેની રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બે દિવસમાં જ આ ઘટના બની હતી. રથ કોલકાતા જઈ રહ્યા હતા, ત્યારે નોર્થ 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામના દોલતલા વિસ્તારમાં બાઈક પર આવેલા હુમલાખોરોએ નજીકથી ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. બાદમાં કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. શુભેન્દુ અધિકારીએ રથના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. ભાજપે ઘટનાનો આરોપ TMC પર મુક્યો આ પહેલા પણ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યને બક્સરમાંથી ઝડપાયા હતા, જ્યારે રાજ સિંહને બાલિયામાંથી પકડાયો હતો. આ કેસમાં અત્યાર સુધી કુલ ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હત્યાકાંડ બાદ ભાજપે આ ઘટનાનો આરોપ TMC પર મૂક્યો હતો. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપીઓને કડક સજા તેમજ પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી. ટીએમસીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપીને કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસની માગ કરી હતી, જેથી જવાબદાર લોકોને ઝડપથી કાયદા સામે લાવી શકાય. આ પણ વાંચો : Twisha Sharma Case : ફરાર પતિ સમર્થના આગોતરા જામીનની અરજી રદ, ધરપકડ માટે 10,000ના ઈનામની જાહેરાત
Click here to Read more