Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Top 10 Richest in Asia : મુકેશ અંબાણીને પાછળ છોડી ચીનના ઉદ્યોગપતિ બન્યા એશિયાના નંબર 2 ધનિક, જાણો નંબર 1 કોણ છે?

    2 days ago

    1

    0

    Top 10 Richest People In Asia : એશિયાના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે એશિયાના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ નથી રહ્યા. હકીકતમાં ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સના સ્થાપક ઝાંગ યીમિંગે સંપત્તિના મામલામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે અને એશિયાના નંબર 2 અબજોપતિ બન્યા છે. ઝાંગ યિમિંગ પાસે કેટલી સંપત્તિ છે? ઝાંગ યિમિંગ ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સના સ્થાપક છે. હાલ તેમની સંપત્તિ 92.8 અબજ ડોલર છે, આ સાથે તેઓ એશિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. તો રિલાયન્સના ચેરમેન અને ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસે 86.9 અબજ ડોલર સંપતિ છે, જે તેમને ટોપ 10 એશિયાના અબજોપતિની યાદીમાં ત્રીજો નંબર આપે છે. બ્લૂમબર્ગે નોંધ્યું હતું કે માર્ચ 2019 થી ઝાંગની સંપત્તિમાં સાત ગણાથી વધુનો વધારો થયો છે, જ્યારે પ્રકાશને પહેલી વાર તેમની સંપત્તિ $13 બિલિયન પર ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. આ તીવ્ર વધારો મોટાભાગે બાઈટડાન્સના વધતા વૈશ્વિક વ્યવસાય અને એઆઈમાં તેના વિસ્તરણ સાથે જોડાયેલો છે. એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે? ઝાંગ યિમિંગ ભલે મુકેશ અંબાણીને પાછળ રાખી એશિયાના નંબર 2 ધનિક બન્યા હોય, પરંતુ એશિયાના નંબર 1 અબજોપતિમાં ભારતીયનું વર્ચસ્વ યથાવત છે. હકીકતમાં ગૌતમ અદાણી 117.4 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તો જાપાનના તાદાશી યાનાઈ અને માસાયોશી સન અનુક્રમે 72.5 બિલિયન ડોલર અને 72.0 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે અનુક્રમે ચોથા અને પાંચમાં સ્થાન પર છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનર્સ યાદીમાં ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટોચ પર છે. તેમની નેટવર્થ 115 અબજ ડોલરથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. અદાણી ગ્રૂપ બંદર, ઉર્જા, એરપોર્ટ, સિમેન્ટ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઘણા ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. એશિયાના ટોપ 10 અબજોપતિ ક્રમ નામ સંપત્તિ (અબજ ડોલર) દેશ બિઝનેસ 1 ગૌતમ અદાણી 115 અબજ ડોલર ભારત ઇન્ડસ્ટ્રીયલ  2 ઝાંગ યિમિંગ 92.8 અબજ ડોલર ચીન ટેકનોલોજી 3 મુકેશ અંબાણી 86.4 અબજ ડોલર ભારત એનર્જી 4 તદાશી યાનાઇ 71.3 અબજ ડોલર જાપાન રિટેલ 5 મસાયોશી સોન 69.2 અબજ ડોલર જાપાન ટેકનોલોજી 6 ઝેંગ યુકુન 68.1 અબજ ડોલર હોંગકોંગ ઇન્ડસ્ટ્રીયલ 7 ઝોંગ શાનશાન 63.9 અબજ ડોલર ચીન બિઝનેસ 8 મા હુઆટેંગ 54.7 અબજ ડોલર ચીન ટેકનોલોજી 9 લી કા શિંગ 46.1 અબજ ડોલર હોંગકોંગ રિયલ એસ્ટેટ 10 જેક મા 43.2 અબજ ડોલર ચીન ટેકનોલોજી સ્ત્રોત: બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ
    Click here to Read more
    Prev Article
    देश की सड़कों पर चलेंगी हाइड्रोजन बसें और ट्रक, रिलायंस, टाटा और NTPC जैसी कंपनियां भी सरकार के साथ
    Next Article
    गर्मी में कंफर्ट से जरूरी कुछ भी नहीं! ऑर्डर करें कॉटन कुर्ता सेट्स के 6 हवादार विकल्प

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment