Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Toxic Movie કિયારા અડવાણી માટે સૌથી મોટો પડકાર બની, ફિલ્મના ડાયરેક્ટરને લઈને કહી ચોંકાવનારી વાત

    2 weeks ago

    1

    0

    કિયારા અડવાણી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત પાન-ઇન્ડિયા ફિલ્મ "ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ"ને લઈને ભારે ચર્ચામાં છે. ભલે આ ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લગતી અવનવી વાતો સતત ટ્રેન્ડ થઈ રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કિયારાએ સેટ પરનો પોતાનો એક ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે અને ખુલાસો કર્યો છે કે ફિલ્મના મેકર્સે તેને સેટ પર કેવી કડક ચેતવણી આપી હતી!કિયારા અડવાણી, 'ટોક્સિક'ના સેટ પર માહોલ બિલકુલ અલગફિલ્મ 'ટોક્સિક'માં કિયારા અડવાણીના લુકની અત્યારથી જ ખૂબ પ્રશંસા થઈ રહી છે અને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ દરમિયાન કિયારાએ જણાવ્યું કે, ફિલ્મની જાણીતી ડિરેક્ટર ગીતુ મોહનદાસે તેને સેટ પર કોઈની પણ સાથે વાતચીત કરવાની સખત મનાઈ ફરમાવી હતી, એટલું જ નહીં, સેટ પર કોઈને 'હેલો' કહેવાની પણ મંજૂરી નહોતી! કિયારા અડવાણીએ પોતાની આદત વિશે વાત કરતા કહ્યું કે, તે સામાન્ય રીતે ફિલ્મ સેટ પર ખૂબ જ ફ્રેન્ડલી રહે છે. સવારે વહેલા સેટ પર પહોંચીને બધાનું હસતા મોઢે સ્વાગત કરવું તેની આદત છે. પરંતુ 'ટોક્સિક'ના સેટ પર માહોલ બિલકુલ અલગ હતો.સેટ પર કોઈને હેલો નહી કહેવાનુ, કિયારાવધુમાં કિયારાએ કહ્યું કે ટોક્સિકના ડિરેક્ટરે કડક સૂચના આપી હતી. ડિરેક્ટર ગીતુ મોહનદાસે મને શૂટિંગના દિવસે કોઈની પણ સાથે વાત ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે મને સેટ પર કોઈને પણ 'હેલો' કહેવાની પણ ના પાડી દીધી હતી. મારા માટે આ અભિગમ સાવ નવો અને અજીબ હતો, પરંતુ તેના કારણે મને મારા પાત્રની ગંભીરતા અને તેની ઊંડાઈને વધુ સારી રીતે સમજવામાં ખૂબ મદદ મળી." મારા કરિયરની પડકારજનક ફિલ્મ, કિયારા અડવાણીકિયારાએ સ્વીકાર્યું કે આ ફિલ્મ તેના કરિયરના સૌથી પડકારજનક પ્રોજેક્ટ્સમાંની એક છે અને તેનું સૌથી મોટું કારણ ભાષા હતી. કિયારા અડવાણીએ આ ફિલ્મમાં પહેલીવાર કન્નડ ભાષામાં ડાયલોગ્સ આપ્યા છે. ફિલ્મના ઘણા મહત્વના દ્રશ્યો કન્નડ અને અંગ્રેજી બંને ભાષામાં શૂટ કરવામાં આવ્યા છે. પહેલા સીનનું અંગ્રેજી વર્ઝન શૂટ થતું અને ત્યારબાદ તરત જ તે સીન કન્નડમાં ફરીથી શૂટ કરાતો હતો. કિયારા કન્નડ ભાષા બિલકુલ જાણતી ન હોવાથી, તેણે શૂટિંગની આગલી રાત્રે જ જાગીને કન્નડના ભારેખમ સંવાદો મોઢે યાદ રાખવા પડતા હતા.'સાઉથ હોય કે બોલિવૂડ, કામ કરવાનો અનુભવ સરખો જ છે'ભાષાના આ મોટા પડકાર છતાં, કિયારાએ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (સેન્ડલવુડ) ના ખૂબ વખાણ કર્યા છે. તેણે ઉમેર્યું કે, ત્યાં કામ કરવાનું વાતાવરણ હિન્દી અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગ જેવું જ પ્રોફેશનલ છે. ભારતીય સિનેમામાં ભલે અલગ-અલગ ભાષાઓને કારણે થોડો સાંસ્કૃતિક તફાવત જોવા મળે, પરંતુ કલાકારો અને ટેકનિકલ ટીમ વચ્ચેનો તાલમેલ અને સહયોગની ભાવના આખા દેશમાં એકસરખી જ છે.આ પણ વાંચો : Hai Jawani To Ishq Hona Haiની રિલીઝ પહેલા કોર્ટ પહોંચ્યા વરુણ ધવન, શું છે મામલો?
    Click here to Read more
    Prev Article
    Lashkare Taiba:પાકિસ્તાનના એબટાબાદમાં બની રહ્યું છે આતંકનું નવું કેન્દ્ર, અનાથ બાળકો પર નજર!
    Next Article
    'हम गुल्ली-डंडा भी नहीं खेल पाते थे...', 15 साल के क्रिकेटर वैभव सूर्यवंशी को रोता देख भावुक हुए अमिताभ बच्चन

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment