Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Unsafe Food: અસુરક્ષિત ખોરાકથી 1.5 મિલિયન મૃત્યુ, WHOએ આપી ચેતવણી, આરોગ્યની સાથે અર્થતંત્રને પણ નુકસાન

    1 day ago

    1

    0

    દર વર્ષે વિશ્વભરમાં આશરે 1.5 મિલિયન લોકોનું મૃત્યુ થાય છે. જેમાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઝેર બનતુ રોજિંદુ ભોજન WHO રિપોર્ટમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનો ખુલાસો થયો છે. જેમાં નાના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. અસુરક્ષિત WHO રિપોર્ટ મુજબ, અસુરક્ષિત ખોરાક દર વર્ષે 1.5 મિલિયન લોકોનું મૃત્યુ કરી રહ્યો છે. જેમાં સૌથી વધુ જોખમ નાના બાળકો અને આફ્રિકા-દક્ષિણ એશિયા પ્રદેશોમાં રહેનારા લોકો પર છે. WHOએ 2000થી2021ની વચ્ચે 194 દેશોના ડેટાની સમીક્ષા કરી હતી. બાળકો અને વૃદ્ધો પર ગંભીર અસર ડેટા નિરીક્ષણ મુજબ જાણવા મળ્યુ કે, બગડેલું અથવા અસુરક્ષિત ખોરાક ખાવાથી દર વર્ષે આશરે 880 મિલિયન લોકો બીમાર પડે છે. જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પુખ્ત વયના લોકો કરતા લગભગ ત્રણ ગણું જોખમ ધરાવે છે. ખાદ્ય સલામતી કોઈ નાની બાબત નથી. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જે દરેક ભોજન, દરેક પરિવારને રોજ અસર કરે છે. શું છે રિપોર્ટમાં? અહેવાલ મુજબ, 2000થી દૂષિત ખોરાકથી થતી બીમારીઓમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ વિવિધ પ્રદેશોમાં નોંધપાત્ર તફાવત રહે છે. આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં લગભગ ત્રણ-ચતુર્થાંશ ખોરાકજન્ય બીમારીઓ થાય છે અને વૈશ્વિક મૃત્યુના 60 ટકા પણ આ પ્રદેશોમાં નોંધાયા છે. 2021માં બેક્ટેરિયા અને વાયરસથી દૂષિત ખોરાકને કારણે આશરે 860 મિલિયન લોકો બીમાર પડ્યા હતા. રાસાયણિક-દૂષિત ખોરાકને કારણે મૃત્યુની સંખ્યા પણ વધુ હતી. જેમાં આર્સેનિક અને સીસું જેવા ઝેરી તત્વો સૌથી સામાન્ય કારણો હતા. WHOના ખાદ્ય સુરક્ષા નિષ્ણાતની પ્રતિક્રિયા WHOના ખાદ્ય સુરક્ષા નિષ્ણાત યુકી મિનાટોના મતે, દૂષિત ખોરાકથી થતી બીમારીઓ એક મહત્વપૂર્ણ સમસ્યા છે. આબોહવા પરિવર્તન ખોરાકના બગાડનું જોખમ વધારી રહ્યું છે. વધુમાં, દવાઓ હવે ઘણા રોગો સામે ઓછી અસરકારક છે, જેના કારણે તેમની સારવાર કરવી વધુ મુશ્કેલ બની રહી છે. આ રોગો માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ અર્થતંત્રને પણ અસર કરે છે. અંદાજ છે કે, 2021માં, ખોરાકજન્ય બીમારીઓ વૈશ્વિક અર્થતંત્રને આશરે $647 બિલિયનનું નુકસાન પહોંચાડે છે. આ પણ વાંચોઃ Donald Trumpના જમાઈના કારણે કેમ સળગી રહ્યો છે આ દેશ?, રસ્તા પર ઉતર્યા મોટી સંખ્યામાં લોકો
    Click here to Read more
    Prev Article
    Watch: RBI lowers growth forecast to 6.6%
    Next Article
    भास्कर स्टिंग-ऑपरेशन, लोकायुक्त DG ने 2 को बर्खास्त किया:भोपाल, रीवा और सागर SP को भी हटाया; 2 DSP, 3 कर्मचारियों पर पहले ही एक्शन

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment