Weather Explainer: પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ, જાણો ભારતનો IOD તેને કેવી રીતે રોકશે
3 hours from now
ભારતીય હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. દેશમાં ચોમાસા અને વરસાદને લઈને મોટું અનુમાન કરવામાં આવ્યું છે. પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ ગઈ છે. અલનીનોની સ્થિતિ ઝડપથી વિકસીત થઈ રહી છે. સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી સામાન્યથી ઉપર જઈ રહ્યું છે. અલનીનોના તમામ સંકેત અનુકૂળ નહીં હોવાનું હવામાન વિભાગનું માનવું છે. એક તરફ દુકાળ જેવી સ્થિતિ અને બીજી તરફ વરસાદ પણ પડશે આ બંને બાબતોને લઈને કેટલીક મૂંઝવણ અનુભવાઈ રહી છે. તો આવો જાણીએ શું છે અલનીનોની અસર અને કેવી રીતે કામ કરશે ભારતનો IOD. ચોમાસામાં દુકાળ જેવી સમસ્યા યથાવત રહી શકે છેએક વાત ચોક્કસ છે કે, પ્રશાંત મહાસાગરમાં શરૂ થતી અલનીનોની અસર ભારતના ચોમાસાને કમજોર કરે છે. બીજી તરફ હિંદ મહાસાગરમાં શરૂ થયેલા પોઝિટિવ ઈન્ડિયન ઓસિન ડાયપોલ દેશના ચોમાસાને સહારો આપીને અલનીનો પ્રભાવોને ઓછા કરવાની પૂર્ણ ક્ષમતા રાખે છે. હાલમાં હિંદ મહાસાગરમાં પોઝિટિવ ઇન્ડિયન ઓસિન ડાયપોલ ન્યૂટ્રલ છે. ભારતીય અર્થતંત્ર કૃષિ પર નિર્ભર છે.ખેતીના પાક માટે સારો વરસાદ જરૂરી છે. જો હિંદ મહાસાગરમાં ન્યૂટ્રલ રહેલું પોઝિટિવ ઇન્ડિયન ઓસિન ડાયપોલ મદદ કરશે તો જળ સંકટ ઓછું થઈ શકે છે.IODની આગાહી અત્યારે માત્ર એક સંભાવના છે.જો IOD નબળો રહ્યો અથવા અલ-નીનો ખૂબ મજબૂત થયો તો ચોમાસામાં દુકાળ જેવી સમસ્યા યથાવત રહી શકે છે.અલ-નીનો -લા નીના ચક્ર ઝડપી બની રહ્યું છેહવામાન પરિવર્તનને કારણે આ ઘટનાઓ વધુ તીવ્ર અને અનિશ્ચિત બની રહી છે. અલ-નીનો -લા નીના ચક્ર ઝડપી બની રહ્યું છે.IODની ઘટનાઓ પણ વધુ વારંવાર બની રહી છે.વર્ષ 2026નું હવામાન મહત્વપૂર્ણ રહેશે.જો પોઝિટિવ IOD આવશે તો તે મોનસૂન બૂસ્ટ સાબિત થઈ શકે છે.પોઝિટિવ ઇન્ડિયન ઓસિન ડાઇપોલ ભારત માટે આશાનું કિરણ છે.તે અલ-નીનોની અસરને ઓછી કરીને સારો વરસાદ લાવી શકે છે. પોઝિટિવ IOD દરમિયાન હિંદ મહાસાગરના પશ્ચિમ ભાગમાંથી વધુ ભેજ ભારત તરફ આવે છે.આનાથી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની તાકાત વધે છે.ખાસ કરીને ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ અનેસપ્ટેમ્બરમાં આની અસર વધુ જોવા મળે છે.અલનીનોની અસર ભારતનો IOD નક્કી કરશેપોઝિટિવ IOD વાળા વર્ષોમાં ભલે અલ-નીનો હોય તેમ છતાં ભારતમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે 1997-98માં મજબૂત અલ-નીનો હતો પરંતુ પોઝિટિવ IODએ ભારતમાં સારો વરસાદ સુનિશ્ચિત કર્યો હતો.2019માં પણ પોઝિટિવ IODએ મોનસૂનને મજબૂત બનાવ્યું હતું.ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ ભારતમાં2026માં જો IOD ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં પોઝિટિવ થઈ જશે તો તે અલ-નીનોની દુષ્કાળની અસરને ઓછી કરી શકે છે. પોઝિટિવ IODના કારણે હિંદ મહાસાગર પર હવાનું હળવું દબાણ સર્જાય છે.જે મોનસૂનના પવનોને આકર્ષિત કરે છે.આનાથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજવાળી હવા વધુ પ્રમાણમાં ભારત પહોંચે છે.અલ-નીનોની અસર મુખ્યત્વે જૂન-જુલાઈમાં વધુ હોય છે જ્યારે IOD પછીથી સક્રિય થઈને સંતુલન બનાવી શકે છે. એટલે એવું કહી શકાય કે ભલે પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ હોય પણ તેની અસર કેવી હશે એ તો ભારતનો IOD જ નક્કી કરશે. આ પણ વાંચોઃ IMD Weather Forecast: પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસિત થઈ રહી છે અલ-નીનોની સ્થિતિ, ચોમાસાને અસર કરી શકે છે
Click here to Read more