West Bengal : મમતા બેનરજીની TMCએ 19 બાગી સાંસદોનું લિસ્ટ જાહેર કર્યું, શત્રુઘ્ન સિંહાનું નામ પણ સામેલ
2 hours from now
મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પોતાના બાગી સાંસદોની એક યાદી જાહેર કરવામાં આવી છે.જેને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.આ યાદીમાં કુલ 19 સાંસદોના નામ સામેલ છે.જેમાં પક્ષના કેટલાક જાણીતા અને દિગ્ગજ ચહેરાઓનો સમાવેશ થાય છે.બાગી જાહેર કરાયેલા આ નેતાઓમાં સયાની ઘોષ, શર્મિલા સરકાર, અરૂપ બિસ્વાસ, શતાબ્દી રોય, રચના બેનર્જી અને કાકોલી ઘોષ જેવા અગ્રણી નામો છે.આ ઉપરાંત,પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા તેમજ નેતા શત્રુઘ્ન સિન્હા જેવા હાઈ-પ્રોફાઈલ સાંસદોના નામ પણ આ યાદીમાં સામેલ હોવાથી ટીએમસીની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.ટીએમસી પાસે માત્ર 9 સાંસદો જ બચ્યાસૂત્રોના જણાવ્યા પ્રમાણે,તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બાગી સાંસદોએ લોકસભા અધ્યક્ષને હસ્તાક્ષર કરેલો એક પત્ર સોંપી દીધો છે,જેમાં 19 સાંસદોની સહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આ આખું જૂથ એનડીએ (NDA)ને સમર્થન આપવાની તૈયારી કરી રહ્યું છે.જેમાં સયાની ઘોષ, શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન પણ સામેલ હોવાનું કહેવાય છે. પાર્ટીમાં આ મોટા ભંગાણ બાદ હવે મમતા બેનર્જીની ટીએમસી પાસે માત્ર 9 સાંસદો જ બચ્યા છે.મમતા બેનરજીએ કોંગ્રેસ સાથે મુલાકાત કરીમમતા બેનર્જી સાથે મજબૂતીથી ઊભા હોય તેવા માત્ર 8 સાંસદો જ રહ્યા છે. જેમાં અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ, સૌગત રોય, કલ્યાણ બેનર્જી અને શતાબ્દી રોયનો સમાવેશ થાય છે.આ રાજકીય સંકટ વચ્ચે મમતા બેનર્જી પોતાના બાકી બચેલા સાંસદોના સંપર્કમાં રહીને આગળની વ્યુહરચના ઘડી રહ્યા છે, જેના ભાગરૂપે મમતા બેનર્જીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે અને અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
Click here to Read more
